આ સંસ્થામાં માલિકીનો ‘સ્ટેટ ઓફ ધી આર્ટ‘ સ્ટુડિયો છે. તેને અદ્યતન સંસાધનોથી સજ્જ કરવામાં આવ્યો છે. આ સ્ટુડિયોને યોગ્ય સમયાંતરે ઊંચી કક્ષાનો આંતરરાષ્ટ્રીય ધોરણનો બનાવ્યો છે. સ્ટુડિયોમાં ડિજિટલ સ્વીચર, ડિજિટલ કેમેરા, નોન-લીનિયર એડિટિંગ સેટ-અપ, વીસીડી/ડીવીડી રાઇટર અને પ્રિન્ટર છે. બહારના શુટિંગ માટે ચાર અદ્યતન ઇ.એન.જી. સેટ-અપ પણ છે. |