આ સંસ્થા શિક્ષકો અને ૬-૧૪ વર્ષની વયજૂથમાં બાળકો માટે કાર્યક્રમોનું નિર્માણ કરે છે. આ કાર્યક્રમો દૂરદર્શનની ડીડી-૧ અને ડીડી-૧૧ ચેનલ પર સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૦-૦૦ થી ૧૦-૩૦ સુધી પ્રસારિત કરવામાં આવે છે આ કાર્યક્રમોમાં શૈક્ષણિક સમૃદ્ધિ અને શૈક્ષણિક મનોરંજનના વિષયોનો સમાવેશ થાય છે. શૈક્ષણિક અને ટેકનિકલ ગુણવત્તા બંને જાળવવા પૂરતી કાળજી લેવામાં આવે છે. આ કાર્યક્રમો શિક્ષકોની મદદથી તૈયાર કરવામાં આવે છે. વિષયની સમૃદ્ધિ માટે જરૂરી હોય તો વિષય – નિષ્ણાતો સાથે મંત્રણા પણ કરવામાં આવે છે. |