ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હીથના ઇનસેટ પ્રોજેક્ટ હેઠળ ૧૯૮૪ માં સ્થાધપવામાં આવી હતી. તે ૧૦૦ ટકા કેન્દ્રી – પુરસ્કૃઠત યોજના છે. આ સંસ્થાને મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ સ્વારયત્ત સંસ્થા તરીકે નોંધવામાં આવી છે. આ સંસ્થાથનું મુખ્યધ કાર્ય ૬ થી ૧૪ વર્ષની વયજૂથનાં લક્ષ્યાં ક માટે શૈક્ષણિક દ્રશ્યા – શ્રાવ્યય કાર્યક્રમોનું નિર્માણ કરવાનું છે. આ સંસ્થા દ્વારા નિર્માણ કરેલા કાર્યક્રમો દૂરદર્શન પરથી સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૦-૦૦ થી ૧૦-૩૦ સુધી પ્રસારિત કરવામાં આવે છે. |