ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
મુખપૃષ્ઠ
સંપર્ક
અભિપ્રાય
સાઇટ મેપ
મદદ
Advanced search
English
ગુજરાતી
About Commissionerate
પ્રવૃત્તિઓ
મુદ્દાઓ : મુખ્ય કાર્યો
રાષ્ટ્રિય સેવા યોજના
.રાષ્ટ્રિય સેવા યોજનાની પ્રવ્રુત્તિઓ મુજબ દરેક વર્ષે ભારત સરકાર દ્વારા સ્વયં સેવકો ફાળવવામાં આવે છે, નિયમિત પ્રવ્રુત્તિઓ અને ખાસ શિબિરોનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવે છે. વાર્ષિક અનુદાનની ફાળવણીમાં 7:5 ના દરની ભાગીદારી અનુક્રમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની હોય છે. યુનિવર્સિટીને સંલગ્ન કોલેજો અને રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આ બંને પ્રકારની પ્રવ્રુત્તિઓમાં જોડાય છે. વિદ્યાર્થીઓ માટે આ પ્રવૃત્તિઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા, સામાજિક પ્રવૃત્તિઓમાં રસ કેળવવા અને ખાસ પ્રવ્રુત્તિઓમાં પરિવાર તેમ જ રાષ્ટ્રને મદદરૂપ થવા સામાજિક સેવામાં શિક્ષિત થઇને તેમના દ્વારા ચલાવવામાં આવે છે.  
.શહિદ કિનારીવાલા વિદ્યાર્થી સલામતી જૂથ વીમા યોજના
સલામતી જૂથ વિમા યોજનાનું અમલીકરણ ઉચ્ચતર અને તકનીકી શિક્ષણના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે.  આ યોજનાનો પરિચયના વિકલ્પોમાં અકસ્માતને કારણે થતા વિદ્યાર્થીનું મોત, અવયવોનું નુકશાન અને એવી ઇજાઓ કે જેને કારણે વિદ્યાર્થી સંપૂર્ણ કાયમી ક્ષતિગ્રસ્ત બને તે સંજોગોમાં તેનો પરિવાર આ યોજના નીચે વીમો મેળવશે. વીમાની પોલિસીના પ્રીમીયમનો સંપૂર્ણ ચુકવણી ખર્ચ રાજ્ય સરકાર કરશે.
આ યોજના 2000 - 01 ના વર્ષથી ચાલુ થઇ. હવે 431 દાવાઓની અરજીઓમાંથી 293 અરજીઓ મંજૂર થઇ અને સહાય પેટે 209.13 લાખ રૂપિયા આપવામાં આવ્યા.
.રાજ્યની સરકારી કોલેજોમાંમાં જરૂરી ફર્નિચર માટેની ભલામણો સ્વીકારવી.
.રાજ્યમાં નવી સરકારી કોલેજો શરૂ કરવાની ભલામણૉ તૈયાર કરવી.
.યોજના મુજબ નવી શરૂ કરવામાં આવતી સરકારી કોલેજોમાં હોદ્દાઓ મંજૂર કરવા.
.યોજના મુજબ સરકારી કોલેજોમાં અંદાજપત્રની તૈયારી કરવી.
.યોજના મુજબ સરકારી કોલેજોમાં ખર્ચ પત્રક મુજબ અનુદાનની ફાળવણી.
.એ. જી. કચેરી, રાજકોટમાંથી દર ત્રણ વર્ષે ખર્ચ પત્રકના પાયા પર આધારીત હિસાબ કરવો.
.સરકારી કોલેજો, છાત્રાલયો અને ક્વાર્ટરોના બાંધકામ માટેની ભલામણૉ તૈયાર કરવી.
.મકાનના બાંધકામ માટેનો અંદાજ દરેક વર્ષે શૈક્ષણિક વિભાગને મોકલવો.
.રાજ્યની સરકારી કોલેજોને શૈક્ષણિક પ્રવાસમાં જવા માટેની મંજૂરી આપવી.
.સરકારી મહિલા છાત્રાલયોમાં પ્રવેશની કાર્યવાહી અને મેસ કેન્ટિનને મંજૂરી આપવી.