| ઉચ્ચતર શિક્ષણ કમિશ્નરની કચેરી નીતિવિષયક શરૂઆત /પહેલ (ઇનિશિયોરિર્વ્સક) અમલમાં મૂકવાની, રાજ્યના ઉચ્ચતર શિક્ષણ તંત્રનું વિનયમન અને તેને માટે યુનિવર્સિટીઓનાં નેટવર્કમાં તેની સાથે જોડાયેલી કૉલેજો અને સંશોધન સંસ્થાઓને નાણાં પૂરાં પાડવાની જવાબદારી સંભાળે છે. આ સાથે, ઉપસ્થિત થતા જતા પડકારોને પહોંચી વળવા માટે, શક્તિ – સંવર્ધન દ્વારા, સંશોધન કાર્યને પ્રોત્સાહન આપીને અને સંબંધિત ઉદ્યોગને સાંકળીને તૈયારીઓને વધુ સંગીન બનાવવાની જવાબદારી પણ સંભાળે છે. |