ખાતા અંગે
પ્રસ્તાવના
અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણના નિયામકની કચેરી અક્ષરજ્ઞાન માટેના જુદા જુદા કાર્યક્રમોનો સમગ્ર હવાલો સંભાળે છે. આમાં સંપૂર્ણ અક્ષરજ્ઞાન ઝુંબેશ અને પછીના અક્ષરજ્ઞાન કાર્યક્રમ અને બહારના સતત શિક્ષણ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
૧૯૯૧ થી ૧૯૯૮ દરમિયાન સંપૂર્ણ અક્ષરજ્ઞાન ઝુંબેશ અને પછીના અક્ષરજ્ઞાન કાર્યક્રમ રાજ્યના બધા જિલ્લાયઓમાં તેમજ અમદાવાદ, વડોદરા અને સૂરતનાં મહાનગરોમાં હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અક્ષરજ્ઞાનના પ્રારંભિક તબક્કે નાણાંની જોગવાઇ કરી હતી. તેના પરિણામે ભાવનાર અને ગાંધીનગર એ બે જિલ્લાએ સારાં પરિણામ મેળવ્યાંે હતાં. તે સમયના બાકીના ૧૭ જિલ્લાજ અને રાજ્યનાં ૭ મહાનગર માટે કેન્દ્રર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેન અનુક્રમે ૨/૩ અને ૧/૩ ના ગુણોત્તરમાં વહેંચવામાં આવ્યાં હતાં. ઘેર ઘેર મોજણી હાથ ધરીને અંદાજે ૬૯.૪૮ લાખ નિરક્ષરોની મોજણી કરવામાં આવી હતી. તેમાંથી ૩૦.૬૦ લાખને અક્ષરજ્ઞાન ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યાત હતા અને ૩૦.૮૨ લાખ નવા નિરક્ષરને પછીની અક્ષરજ્ઞાન ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ઝુંબેશના અંતે સંપૂર્ણ અક્ષરજ્ઞાન ઝુંબેશ અને પછીના અક્ષરજ્ઞાન ઝુંબેશના હિસાબ પતાવવામાં આવ્યાુ હતા અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. સતત શિક્ષણ કાર્યક્રમ અક્ષરજ્ઞાન મિશન સત્તાતંત્ર ૧૯૯૯ માં કામગીરી શરૂ કરી હતી. ગુજરાત રાજ્યના સતત શિક્ષણ કાર્યક્રમ ૧૯૯૨ દરમિયાન શરૂ કરવામાં આવ્યોહ હતો. સતત શિક્ષણનાં કેન્દ્રોશ (CEC) અને કેન્દ્ર વર્તી સતત શિક્ષણનાં કેન્દ્રો (NCEC) સ્થાપવા માટે ખેડા, સુરેન્દ્રાનગર, ડાંગ, વડોદરા, જામનગર, ગાંધીનગર, અમદાવાદ અને અમરેલી એ આઠ જિલ્લાઓમાં નવા અક્ષરજ્ઞાન ધરાવનાર માટેની સતત શિક્ષણ પરિયોજનાને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને ૩ જી જૂન ૧૯૯૯ ના રોજ મંજૂર કરી હતી.
બીજા તબક્કામાં સાબરકાંઠા, સૂરત અને રાજકોટ એ ત્રણ જિલ્લા માટેના સતત શિક્ષણની પરિયોજના દરખાસ્તને ૨૦૦૧-૦૨ દરમિયાન મંજૂર કરવામાં આવી હતી.
ત્રીજા તબક્કામાં મહેસાણા, બનાસકાંઠા, આણંદ, પા ટણ, કચ્છ જિલ્લાા અને અમદાવાદ મહાનગર પાલિકા અને વડોદરા મહાનગરપલિકા માટે સતત શિક્ષણની પરિયોજનાઓને ૨૦૦૨-૦૩ દરમિયાન મંજૂર કરવામાં આવી હતી.
ચોથા તબક્કામાં ભાવનગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાા ૨૩ મી ઓકટોબર ૨૦૦૩ થી સતત શિક્ષણ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
હવે ૨૩ જિલ્લા અને ર મહાનગરપાલિકાઓમાં સતત શિક્ષણનો કાર્યક્રમ છે, જયારે વલસાડ અને નવસારી જિલ્લામ માટેના સતત શિક્ષણની પરિયોજનાઓ માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
સતત શિક્ષણની યોજના હેઠળ, પરિયોજનાનાં પ્રથમ ત્રણ વર્ષ માટે યોજનાના અમલ માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા નાણાકીય સહાય આપે છે, જ્યારે પરિયોજનાના ચોથા અને પાંચમા વર્ષ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ ખર્ચ ૫૦/૫૦ ના ગુણોત્તરમાં વહેંચવાનું છે.
પરિયોજનાનાં પ્રારંભનાં પાંચ વર્ષ પછી, આ યોજના હેઠળ સ્થાપવામાં આવેલા સતત શિક્ષણનાં કેન્દ્રો ની કામગીરી માટેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત રાજ્ય સરકારે ભોગવવાની છે. કેન્દ્રીય નાણા બંથ થઇ જાય.. તે પછી પરિયોજનાનાં પાંચ વર્ષ પછી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી (૧૦૦ ટકા) રાજ્યે લેવાની રહેશે.