કર્મચારીગણ અને સંકલન શાખા
ડાયરેકટર જનરલ પ્રશસ્તિ્પત્ર
૧.એન.સી.સી. કર્મચારી ગણને તેમની વિશિષ્ટત સેવાઓ અને કર્તવ્યૂનિષ્ઠા૦ને માન્યેતા આપવા માટે દર વર્ષે ડાયરેકટર જનરલ પ્રશસ્તિનપત્ર આપવામાં આવે છે.
૨.આ પારિતોષિકો દર વર્ષે એન.સી.સી. દિને જાહેર કરવામાં આવે છે.
૩.આ પારિતોષિક માટે નીચેના કર્મચારીઓ પાત્ર ગણાય છેઃ
(ક)એન.સી.સી.ના પૂર્ણ સમયના અને અંશકાલિક અધિકારીઓ
(ખ)યુ.ઓ.આઇ અને એસ.એમ.આઇ.
(ગ)કુમાર અને કન્યાઆ એન.સી.સી. કેડેટ
૪.ડાયરેકટર જનરલ એન.સી.સી. પ્રશસ્‍તિપત્ર માટે લાયક બનાવતી સેવાઓઃ
સાહસ, રમતગમત, તાલીમ અથવા સામાજિક-સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં પોતાના અસાધારણ યોગદાન બદલ આવી વ્‍યક્તિઓને આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. એન.સી.સી.માં નીયુક્ત થયેલી કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારની વ્‍યક્તિઓ પણ પાંચ વર્ષની મુદત સુધી પ્રશસ્‍ય સેવાઓ બદલ આ પારિતોષિકને પાત્ર ગણાય છે:-
(૧)મુલકી કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન બજાવેલી અસાધારણ અને વિશિષ્‍ટ સેવા
(૨)એન.સી.સી.ના ઉદ્દેશોને આગળ ધપાવવા માટે એન.સી.સી.ના મુલકી કર્મચારીઓએ પ્રસ્‍તુત કરેલી કર્તવ્‍યનિષ્‍ઠા અને સમર્પણ
(૩)કેમ્‍પ દરમિયાન વિવિધ એન.સી.સી. પ્રવૃત્તિઓના કાર્યક્રમ વ્‍યવસ્‍થાપન બદલ અસાધારણ અને વિશિષ્‍ટ યોગદાન
વપરાશકર્તાઓ : 939524 ડિસક્લેમર