કર્મચારીગણ અને સંકલન શાખા
રક્ષામંત્રી પદક
૧.એન.સી.સી. કર્મચારીઓની અસાધારણ સેવા અને ફરજ નિષ્‍ઠાના સન્‍માન માટે દર વર્ષે રક્ષામંત્રી પદક એનાયત કરવામાં આવે છે. ૨. આ પારિતોષિકો દર વર્ષે એન.સી.સી. દિનના અવસરે જાહેર કરવામાં આવે છે.
૨.આ પારિતોષિકો દર વર્ષે એન.સી.સી. દિનના અવસરે જાહેર કરવામાં આવે છે.
૩.આ પારિતોષિક માટે નીચેના કર્મચારીઓને પાત્ર ગણવામાં આવે છે.
(ક)એન.સી.સી.ના પૂર્ણકાલિક અને અંશકાલિક અધિકારીઓ
(ખ)યુ.ઓ.આઇ. અને એસ.એમ. આઇ.
(ગ)કુમાર અને કન્‍યા એન.સી.સી. કેડેટ
૪.રક્ષામંત્રી પદક માટે લાયક બનાવતા કાર્યો અને પસંદગીઃ આ પદક સાહસ, હિંમત, ફરજનિષ્‍ઠા અને સંસ્‍થાના મૂલ્‍યોના જતન માટે કોઇ યોગદાન આપેલું હોય તેવા કોઇ અસાધારણ કાર્ય માટે આપવામાં આવે છે.
વપરાશકર્તાઓ : 939564 ડિસક્લેમર