કર્મચારીગણ અને સંકલન શાખા
ડાયરેકટર જનરલ એન.સી.સી.
સંસ્થામ અભ્યા.સક્રમમાં ઉત્કૃાષ્ટદ સ્થાળન મેળવતા દરેક એન.સી.સી. કેટેટોને રૂ. ૫૦૦૦ ની એક એવી ૫૦૦ શિષ્યૃવૃત્તિ ફાળવે છે. દરેક રાજ્યમાંથી પ્રવેશક્ષમતાને આધારે તમામ રાજ્યોને ખાલી જગાઓ ફાળવવામાં આવે છે.
શિષ્‍યવૃત્તિ મેળવવા માટેની યોગ્‍યતા શરતો નીચે મુજબ છેઃ
(ક)જુનિયર ડિવિઝનના વિન્‍ગ કેડેટ: કેડેટ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦ અથવા તેની સમકક્ષ ગણાતી પરીક્ષા એકંદર ૭૦% ગુણ સાથે ઉત્તીર્ણ કરેલી હોવી જોઇએ. કેડેટ એન.સી.સી.ના ઓછામાં ઓછા બે વર્ષ દરેક વર્ષની ઓછામાં ઓછી ૮૦% હાજરી સાથે ઉદારણરૂપ શિસ્‍ત સાથે પૂર્ણ કરેલા હોવા જોઇએ.
(ખ)સિનિયર ડિવિઝન / વિન્‍ગ કેડેટઃ જે કેટેટોએ ઇન્‍ટરમિડિયેટ અથવા સિનિયર સેકન્‍ડરી (૧૦+ર) પરીક્ષા અથવા પૂર્વપદવી/પૂર્વયુનિ / સ્‍નાતક પદવી પરીક્ષાનું બીજુ વર્ષ અથવા પોલીટેકનિક ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમનું બીજુ વર્ષ પૂર્ણ કરેલું હોય તે કેડેટો આ એવોર્ડને પાત્ર ગણાશે. દરેક ડાયરેકટર કચેરીને મળવાપાત્ર શિષ્‍યવૃત્તિઓ વિનયન/વિજ્ઞાન અઅને વાણિજ્ય પ્રવાહના કેડેટો વચ્‍ચે સમપ્રમાણમાં વહેંચેલી છે. કોઇ પ્રવાહમાં કોઇ શિષ્‍યવૃત્તિ વણવપરાયેલી રહે તો તેટલી સંખ્‍યાની શિષ્‍યવૃત્ત અન્‍ય પ્રવાહમાં તબદીલ થશે. વિજ્ઞાનપ્રવાહના કેડેટ ૭૦% ગુણ જ્યારે વિનયન / વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીએ (કેડેટ) ૬૦% ગુણ મેળવેલા હોવા જોઇશે. જુનિયર ડિવિઝન / જુનિયર વિન્‍ગના કિસ્‍સામાં સિનિયર ડિવિઝન / સિનિયર વિન્‍ગ કેડેટોએ પણ એન.સી.સી.નાં ઓછામાં ઓછા બે વર્ષ દરેક વર્ષની ઓછામાં ઓછી ૮૦% હાજરી સાથે ઉદાહરણરૂપ શિસ્‍ત સાથે પૂર્ણ કરેલા હોવા જોઇશે.
(ગ)અ.જા./અ.જ.જા./અન્‍ય પછાત વર્ગ કેડેટોને છૂટછાટ: આ દરેક વર્ગના કેડેટોને લધુત્તમ ઠરાવેલા ગુણના ૫% ગુણની છૂટછાટ આપવામાં આવશે. અ.જા./અ.જ.જા. / અન્‍ય પવ કેડેટ ઠરાવ્‍યા મુબજની લધુત્તમ ટકાવારી કરતા અન્‍યથા વધુ ગુણ મેળવે તો ખરેખર મળેલા ગુણ પર ૧૦% વધારાના ગુણ માટે લાયક ગણાશે
(ઘ)જમ્‍મુ અને કાશ્‍મીર, પૂર્વોત્તર રાજ્ય અને સિક્કિમના કેડેટોને વધુ ૫% ની છૂટછાટ આપવામાં આવે છે.
વપરાશકર્તાઓ : 939539 ડિસક્લેમર