પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
કચેરી વિષે
 
નિયામક કચેરી વિષે

પ્રસ્‍તાવના :

ભૂતપૂર્વ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના વિભાજનને પરિણામે તા. ૯-૧૦-૭૬થી શિક્ષણ નિયામકશ્રી (પ્રાથમિક અને પ્રૌઢ)ની કચેરી અસ્તિત્વમાં આવી છે અને ત્યારબાદ તા. ૧-૧૨-૮૬થી પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનું વિભાજન થતાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી અસ્તિત્વમાં આવી છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી નીચેના કાર્યક્રમો સાથે સંકળાયેલ છે.

.પૂર્વ પ્રાથમિક શિક્ષણ
.પ્રાથમિક શિક્ષણ
.શિક્ષણ - પ્રશિક્ષણ (PTC)
.નિર્દેશન અને વહીવટ
૧. પૂર્વ પ્રાથમિક શિક્ષણ :

૩-૬ વયજૂથના બાળકો પ્રાથમિક શિક્ષણ પ્રત્‍યે અભિરૂચિ કેળવે તે સારું પ્રાથમિક શિક્ષણ શહેર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમોમાં માન્ય સંસ્થાઓ દ્વારા અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે રાજ્યસરકાર નિયત ધોરણે અનુદાન આપે છે.

૨. પ્રાથમિક શિક્ષણ :

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજીયાત બનાવાયું છે. શહેર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ તથા ખાનગી સંસ્થાઓ દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિઓ તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવતી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

૩. શિક્ષણ - પ્રશિક્ષણ (PTC) :

પ્રાથમિક શાળાઓ માટે તાલીમી શિક્ષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના કુલ ૪૨૭ અધ્યાપન મંદિરોમાં ૩૦૦૦૦ તાલીમાર્થીઓ બીજા વર્ષની પૂર્વ સેવા તાલીમ લઈ રહ્યાં છે.

૪. નિર્દેશન અને વહીવટ :
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતી જે નીતિ નક્કી કરવામાં આવે તેનો અસરકારક અમલ કરવા માટે રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ સુધારણાના વિવિધ કાર્યક્રમો શિક્ષણ ક્ષેત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ મારફતે અમલ કરાવે છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના વહીવટી તંત્રના ખ્યાલ આપતું પત્રક નીચે મુજબ છે.