પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
ઈ-સીટીઝન
રહેમરાહે નિમણુંક
રહેમરાહે નિમણૂંકની અરજી
શિક્ષકના આશ્રિતને શિક્ષક તરીકે રહેમરાહ નિમણૂંક આપવાની જોગવાઈ નથી પરંતુ મૃત્યુ પામેલ શિક્ષકના વારસદાર જો એસ.એસ.સી કે તેથી ઓછી લાયકાત ધરાવતા હોય તો તેવા કિસ્સ્માં વારસદારને વર્ગ-૩ની કલાર્ક અથવા વર્ગ -૪ની જગ્યા ઉપર નિમણૂંક માટે વિચારણા કરવામાં આવે છે. આ અરજીઓ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વિકાસ કમિશ્નરશ્રીને મોકલવામાં આવે છે અને તેના ઉપર છેવટના આદેશો પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
રહેમરાહે નિમણૂંક માટે જરૂરી આધારો.
.નિયત અરજી પત્રક.
.શિક્ષકના મૃત્ય પ્નમાણપત્રની નકલ તેમજ જે તે શાળાનું પ્રમાણપત્ર.
.સમિતિ ખાતે કલાર્ક અને પટ્ટાવાળાનું સંખ્યાબળનું પત્રક.
મળવા પાત્ર /ભરાયેલ/ખાલી જગ્યાઓની માહિતી સાથે.
.પી.પી.ઓ.ની નકલ
.પેન્શન આવક માટે પેન્શન ચુકવણી અધિકીરીનો દાખલો.
.અન્ય આવકના કિસ્સામાં મામલતદારનો દાખલો.
.ખેતીન જમીન હોય તો ૭/૧૨ અને ૮(અ) નો ઉતારો.
.રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ નકલ.
.અરજદારની શૈક્ષણીક લાયકાત અને જન્મ તારીખના પ્નમાણપત્રની નકલ
.કુટુંબના અન્ય સભ્યોનું અરજદાર આશ્રિતને નિમણૂંક આપવાની સંમતિ અંગેનું એફીડેવીટ.
.દત્તક માટે હિન્દુ એડો. એન્ડ મેઈન એક્ટ ૧૯૫૬ ની જોગવાઈ અનુસાર દત્તક વિધાન કાયદેસર થયેલ હોત તેનો આધાર.