| પ્રવેશ સ્થળે આવવા માટે સેકટર-૨૮/૨૯ વાયા અક્ષરધામ જતી બસમાં બેસી સે.૧૯/૨૦ સરકારી કોમર્સ કોલેજના સ્ટેન્ડે ઉતરવું. | | . | મુલાકાત સમયે આવો ત્યારે નીચેના અસલ પ્રમાણપત્રો / આધારો સાથે લાવવાના રહેશે. અન્યથા પ્રવેશ માટે લાયક ઠરશો નહીં. |
|---|
| ૧.૧. કોલ લેટર (Call Letter) ૧.૨ પ્રવેશ અરજીપત્રક સ્વીકાર્યા બદલની તમોને આપવામાં આવેલ પહોંચ. ૧.૩ પ્રવેશ અરજીપત્રક સાથે આપવામાં આવેલ નિયમો/સૂચનાઓ અને માહિતીની પુસ્તિકા. ૧.૪ ધો.૧૦ પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ. ૧.૫ એચ.એસ.સી. (ધો.૧ર) પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ (એક વધારાની ઝેરોક્ષ નકલ સાથે) ૧.૬ શાળા છોડયાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) (એક વધારાની ઝેરોક્ષ નકલ સાથે) ૧.૭ ધો.૧૨ પાસ કર્યા અંગેનું શાળાના આચાર્યે આપેલ ટ્રાયલ સર્ટીફિકેટ. ૧.૮ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પાસ કર્યાનો સમયગાળો બે વર્ષ કરતાં વધુ હોય તો તે દરમ્યાન અન્ય અભ્યાસ કરેલ હોય તો તે અંગેના પ્રમાણપત્રો. ૧.૯ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) તથા વાલ્મિકી જાતિના અરજદારોએ સંબંધિત ખાતાએ નિયત કરેલ નમૂનામાં ખાતા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નીચે જણાવેલ પૈકીના કોઈ પણ સક્ષમ અધિકારીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર. (૧) સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (૨) મામલતદારશ્રી, (૩) પ્રાંત અધિકારીશ્રી, (૪) કલેકટરશ્રી/નાયબ કલેકટરશ્રી, (૫) તાલુકા વિકાસ અધિકારીશ્રી, (૬) જિલ્લા વિકાસ અધિકારીશ્રી/નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, | | . | મુલાકાત સમયે આવો ત્યારે કોઈ એક વાલીને સાથે લાવવાના રહેશે અને પ્રવેશ સ્થળે તમારે તેમને સાથે રાખીને દાખલ થવાનું રહેશે. સ્થળ પસંદગી માટેના વિકલ્પ ફોર્મ તમોને રૂબરૂ આપવામાં આવશે. આ ફોર્મ ભરતી વખતે એટલે કે પી.ટી.સી. કોલેજની પસંદગી કરતી વખતે નીચેની કાળજી રાખીને આ ફોર્મ ભરવાનું રહેશે. (વિકલ્પ ફોર્મનો નમૂનો સૂચનાપત્રકમાં છે જે જોઈ લેવો.) |
|---|
|
|