પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
પી.ટી.સી. પ્રવેશ
પી.ટી.સી. પ્રવેશ
પ્રવેશ માહિતી અને મેરીટ લીસ્ટ
સને ૨૦૦૮-૦૯ ના પ્રથમ વર્ષ પી.ટી.સી. પ્રવેશ અંગેની જાહેરાત
રાજ્યમાં આવેલ સરકારી, એન.સી.ટી.ઇ. દ્વારા માન્‍યતા પ્રાપ્‍ત બિન સરકારી અનુદાનિત તેમજ સ્‍વનિર્ભર અધ્‍યાપન મંદીરો / જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં કેન્‍દ્રિયકૃત પ્રવેશ યોજના હેઠળ વર્ષ ૨૦૦૮-૦૯ માં ગુજરાતી / હિન્‍દી / અંગ્રેજી / મરાઠી / ઉર્દુ અને સિન્‍ધી માધ્‍યમના પી.ટી.સી. વર્ષના અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્‍છતા ઉમેદવારો પાસેથી નિયમ નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
પ્રવેશ માટે જરૂરી લાયકાત
.(અ) ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધો. ૧૨) વિજ્ઞાનપ્રવાહ, સામાન્‍ય પ્રવાહ, વ્‍યવસાયલક્ષી કે ઉચ્‍ચતર બુનિયાદી પ્રવાહમાં પ્રાયોગિક વિષયો સહિતના કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે ઉત્તીર્ણ કરેલ હોવા જોઇએ.
.(બ) ગુજરાત રાજ્યમાં આવેલ કેન્‍દ્રિય શાળાઓ / ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ કે જેની પરીક્ષા સેન્‍ટ્રલ બોર્૯ ઓફ સેકન્‍ડરી એજ્યુકેશન (સી. બી. એસ.ઇ.) નવી દિલ્‍હી દ્વારા કે કાઉન્‍સીલ ઓફ ધી ઇન્‍ડિયન સ્‍કુલ સર્ટીફિકેટ (સી.આઇ.એસ.સી.ઇ.) એકઝામીનેશન, નવી દિલ્‍હી દ્વારા પ્રાયોગિક વિષયો સહિતના કુલ ગુણના ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે ઉત્તીર્ણ કરેલ હોવી જોઇએ.
.(ક) જે ઉમેદવારો તા. ૧-૭-૨૦૦૮ ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ (બક્ષીપંચ) ના ઉમેદવારો માટે ઉંમરમાં પ વર્ષની છૂટછાટ રહેશે.
પ્રવેશ અરજી પત્રક મેળવવા તથા ભરેલ પ્રવેશ અરજી પત્રક પરત આપવા બાબત
.અરજીપત્રકોનું વિતરણ ભરેલા અરજીપત્રકો સ્‍વીકારવાની વ્‍યવસ્‍થા રાજ્યના ૧૦૩ કેન્‍દ્રો ઉપરથી કરવામાં આવેલ છે. જેની યાદી રાજ્યના તમામ જિલ્‍લા અને તાલીમ ભવનો અને વેબસાઇટ www.ptcgujarat.org પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Next