પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
પી.ટી.સી. પ્રવેશ
શાખાઓની માહિતી
પી.ટી.સી. પ્રવેશના ફોર્મ અંગેની સુચનાઓ
આ સૂચનો તથા નિયમોનો બરાબર અભ્યાસ કર્યા પછી સુવાચ્ય અક્ષરોમાં ફોર્મ ભરવું. કોઈ જગ્યાએ છેકછાક ન થાય કે ખોટી માહિતી ન ભરાય તેની કાળજી રાખવી.
પ્રવેશ ફોર્મ ભરવા સંબંધે સૂચનાઓ
.અરજદારનું નામ ગુજરાતી અને અંગ્રેજીમાં લખવાનું છે. દરેકમાં અટક પ્રથમ લખવી. અંગ્રેજી નામ બ્લોક કેપીટલ અક્ષરોથી લખવાનું છે. પ્રવેશ પત્રકમાં દરેક વિગતો આંકડામાં લખવી.
.પત્ર વ્યવહારનું પૂરૂ સરનામું તથા પીન કોડ નંબર જણાવવાનો રહેશે. અધુરા સરનામાને કારણે અત્રેના કોઈ પણ પત્ર મળશે નહીં/તો તેની જવાબદારી અરજદારની રહેશે.
.પ્રવેશ માટે ઉંમર તારીખ ૧-૭-૨૦૦૩ના પ્રારંભની ગણવાની છે. જન્મ તારીખ, શાળા છોડયાના પ્રમાણપત્ર (એલ.સી.) મુજબની કોલમ-૩માં દર્શાવવાની છે. દાત. ૦૧-૧૨-૧૯૮૬
.અરજદાર જે જાતિના હોય તે સામે ટીક કરવી.
.અરજદાર જે માધ્યમના અભ્યાસક્રમમાં દાખલ થવા ઈચ્છતા હોય તે યોગ્ય મધ્યમ સામે ટીક કરો.
.એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યાની વિગતો કોલમ-૬માં દર્શાવવી.
.ધોરણ-૧૨ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામીનેશન, નવી દિલ્હી કે કાઉન્સીલ ઓફ ધી ઈન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ એક્ઝામીનેશન, નવી દિલ્હી દ્વારા પાસ કરેલ હોય તો અરજીપત્રકના કોલમ-૭માં ૦૨ સામે ટીક કરો.
.ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSC) પાસ કર્યાની વિગતો કોલમ-૮માં નીચેની સુચનાઓ મુજબ યોગ્ય રીત ભરવી.
NEXT