| વાર્ષીક વિકાસ યોજના - ર૦૦૮-ર૦૦૯ પ્રાથમિક શિક્ષણ |
પ્રસ્તાવના રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને અગ્રતા આ૫વામાં આવેલ છે.પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણના પીરામીડનો પાયો છે. ૬ થી ૧૪ વર્ષની વયજુથના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આ૫વાની રાજય સરકારની જવાબદારી છે.પ્રાથમિક શિક્ષણની પ્રવેશ તથા સ્થાયીકરણની યોજનાઓ ૫ર વધુ ભાર મુકવામાં આવેલ છે. |
અગિયારમી ૫ચવર્ષીય યોજના અંગેની નીતિ વિઝન-ર૦૧૦માં નિર્ધારિત કરવામાં આવેલ લ૧યાંક અનુસાર વર્ષ ર૦૦૫ના અંત સુધીમાં ધારણ-૧ થી ૫ માં ૧૦૦ ટકા સ્થાયીકરણ અનેવર્ષ ર૦૧૦ના અંત સુધીમાં ધારણ-૭ સુધીમાં ૧૦૦ ટકા સ્થાયીકરણ હાંસલ કરવા આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં વાલી શિક્ષણ મંડળ, માતા શિક્ષક મંડળ તથા ગ્રામ્ય શિક્ષણ સમિતિની રચના થઈ ગયેલ છે. આ ઉ૫રાંત ભશાળા પ્રવેશોત્સવભ જેવા કાર્યક્રમથી લોકભાગીદારી વધવા પામેલા છે. તેમજ ઉત્સાહ પ્રેરક યોજનાઓ જેમ વિઘાદીપ વીમા યોજના, વિઘાલક્ષ્મી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે.રાજયમાં અગરિયા અને અન્યના બાળકો માટે ખાસ સહાયક શાળાઓ અને મોસમી છાત્રાલયો, મોડેલ શાળાઓ, કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેકટ , કમ્પાઉન્ડ વોલ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા શાળાની ભૌતિક સુવિધા અને વાતાવરણમાં અચૂક સુધારો થશે. પ્રાથમિક શિક્ષણને અસર કરતાં ત્રણ મુખ્ય ૫રિબળો એ, ૧૦૦% નામાંકન, ૧૦૦% સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ એ છે. વાર્ષકિ વિકાસ યોજના ર૦૦૮-ર૦૦૯માં આ બાબતોને ઘ્યાને રાખીને નીચે મુજબની યોજનાઓ સુચવવામાં આવેલ છે. |
|
| . | ઈડીએન.૧ : વધારાના વિદ્યાર્થી પ્રવેશ સામે વધારાના શિક્ષકો |
|---|
| . | ઈડીએન. ર : વર્ગખંડનું બાંધકામ. |
|---|
| . | ઈડીએન. ૩ : પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વિકસાવવી |
|---|
| . | ઈડીએન. ૪ : મફત પાઠય પુસ્તકો |
|---|
| . | ઈડીએન. ૫ : રાજય તથા જિલ્લા કક્ષાના તંત્રને સંગીન બનાવવું. |
|---|
| . | ઈડીએન-૬ : પ્રાથમિક શાળાઓમાં ઉ૫લા ધોરણો વધારવા. |
|---|
| . | ઈડીએન.૮ : ઉચ્ચતર પ્રા.શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા પુરી પાડવી. |
|---|
| . | ઈડીએન. ૯ : નામાંકન અને સ્થાયીકરણ માટે ખાસ પ્રોત્સાહનો |
|---|
| . | ઈડીએન-૬૯ : પીટીસી કોલેજોનું આધુનિકરણ |
|---|
| . | ઈડીએન-૭૮ : કન્યા કેળવણી રથયાત્રા માટે આર્થિક સહાય |
|---|
| . | ઈડીએન-૮૧ : બાયોમેટ્રિક હાજરી ૫ત્રક |
|---|
| . | ઈડીએન-૮ર : મોડેલ નમુનારૂ૫ શાળા |
|---|
| . | ઈડીએન-૮૩ : બાળકની શૈક્ષણિક માહિતીની કમ્પ્યુટરાઈઝડ ડેટાબેઝ ૫ઘ્ધતિ |
|---|
| . | ઈડીએન-૮૪ : કમ્પ્યુટરીકરણ યોજના |
|---|
| . | ઈડીએન-૮૫ : અગરિયાના બાળકો માટે સહાયક શાળા |
|---|
| . | ઈડીએન-૮૬ : અગરિયાના બાળકો માટે મોસમી છાત્રાલયો |
|---|
| . | ઈડીએન-૮૯ : પ્રાથમિક શાળા ખાતે કંપાઉન્ડ વોલ |
|---|
| . | ઈડીએન-૭૪ : પ્રાથમિક શાળાના વર્ગખંડોનું રિપેરિંગકામ |
|---|
| . | ઈડીએન-૮૮ : કે.જી.બી.વી. ખાતે જળસંચય સુવિધા ઉભી ક૨વી |
|---|
| . | ઈડીએન-૯૧ : પ્રાથમિક શિક્ષક માટે કવાટર્સ |
|---|
| . | ઈડીએન-૯૨ : નુકશાનગ્રસ્ત પ્રિફ્રેબ્રિકેટેડ ઓ૨ડાઓ ઉતારિ પાડવા |
|---|