| . | રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો સહકાર લઇને રાજ્ય પરીક્ષા સંઘ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ સંસ્થાઓ ઉભી કરવી અને તેને પુષ્ટિ આપવી. |
|---|
| . | શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય સરકારને રાજ્ય શિક્ષણ વિભાગની ઓપન પરીક્ષા સબંધિત સલાહ આપવી. |
|---|
| . | સંઘની આવશ્યકતા પ્રમાણે સ્થાવર અને જંગમ મિલકત મેળવવી. |
|---|
| . | સંઘની આવશ્યકતા પ્રમાણે શૈક્ષણિક, વહીવટી અને તકનીકી જગ્યાઓની રચના કરવી. |
|---|
| . | ઓપન પરીક્ષાઓના વહીવટ માટે કાયદા અને કાનૂન બનાવવા અને સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરવા. |
|---|
| . | ભંડોળ સ્વીકારવું – લોન,દાનમાં મળેલી મિલકત અથવા મિલકત અને અમલમાં આવેલ કાયદા પ્રમાણે તેમનું રોકાણ અને સંઘના ઉદ્દેશો પ્રમાણે તેમની તબદીલી. |
|---|
| . | સહકાર મેળવવો અને શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શિક્ષકો અને ખાનગી સમિતિઓને ઓપન પરીક્ષાઓની વ્યવસ્થા માટે અને તેમના શૈક્ષણિક વિકાસ માટે સહકાર આપવો. |
|---|
| . | આવક અને જાવકના પ્રવાહના અંદાજપત્રનો નિર્ણય કરવો. |
|---|