વિભાગ વિષે
અમારા વિષે
પ્રસ્તાવના

રાજ્ય પરીક્ષા બોર્ડની સ્થાપનાનો ઉદ્દેશ સ્નાતક કક્ષાની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓની ગોઠવણી કરવી અને વિવિધ વ્યાવસાયિક ડિપ્લોમાની પદવી અને વિવિધ શાળા ઉચ્ચ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન,રમત ગમત, ચિત્ર, સ્થાપત્ય જેવા વિવિધ વિષયોનું પ્રમાણપત્ર આપવાનો હોય છે. પરીક્ષા બોર્ડનો ઉમદા ધ્યેય વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓ દ્વારા રોજગાર મેળવે અને સ્વ-નિર્ભર બને તે જોવાનો હોય છે.


અમને શ્રધ્ધા છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી જુદી જુદી 31 પ્રકારની પરીક્ષાઓની પ્રારંભિક માહિતિ આ પુસ્તક દ્વારા ઉપલબ્ધ છે પરીક્ષાઓની પ્રસિધ્ધિનો ઉદ્દેશ આ પુસ્તક દ્વારા મેળવવામાં આવે છે. હું આ પુસ્તક રજૂ કરતાં આનંદ અનુભવું છું


અધ્યક્ષ


સંદેશ

પરીક્ષા અને બાળકો :-
 શિક્ષણઃ- શિક્ષણની મુળભૂત વ્યાખ્યાને જોઇએ તો તેમાં બાળકનો સર્વાગી વિકાસ મુખ્ય છે. તેના આ મુખ્ય ઉદેૃશ માટે બાળક સંદર્ભે સ્કુલીંગ એજયુકેશન ઉભું કરવામાં આવ્યું છે. આ તબકકામાં બાળકને વિવિધ એકસપોઝર આપીને તેનામાં પરિવર્તનો લાવવાની ક્રિયાને એજયુકેશન લર્નીંગ કહીએ છીએ. આ માટે વિશ્વભરમાં સમકાલીન વિવિધ પ્રવૃત્તિઓ, પધ્ધતિઓ, પ્રયુકિતઓ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને આપણે પેડેગોજીનો હિસ્સો માનીએ છીએ. આ માટે બાળક એના સ્કુલીંગ એજયુકેશન દરમિયાન વિવિધ કૌશલ્યો કેળવે છે. કયારેક આ કૌશલ્યો ગૌણ બની રહે, માત્ર ઇન્ફર્મેશન અને નોલેજનું પ્રાધાન્ય વર્ગોમાં અહમ્ બની જાય છે. જેથી આ વર્ગ ક્રમશઃ સમાજ સુધી માત્ર નંબર્સ/ માર્કસ આધારીત સીસ્ટમને જ શિક્ષણ માની લે છે. તેનો ભોગ માત્રને માત્ર બાળકો જ બની રહે છે. આમ ન બને તે માટે દરેક બાળકને ઓળખવાની જરૂર છે. દરેક બાળકની પ્રતિભા ભિન્ન હોય છે. જેના રસ, રુચિ અને વલણોને આધારે તેના એકસપોઝર આપવાથી બાળક પોતાની કારકિર્દીમાં રસમયી રીતે શ્રેષ્ઠ બની શકે છે. વિશ્વમાં આ માટે પહેલા ધોરણથી જ દરેક બાળકનો પોર્ટફોલીયો/ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. જેમાં કયુ બાળક લેફટ બ્રેઇનમાં સાર્પ છે અને કયુ બાળક રાઇટ બ્રેઇનમાં સાર્પ છે. તે વાલીઓ, શિક્ષકો અને ખુદ બાળક માટે અત્યંત મહત્વનું છે. આ માટે રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ એ મહત્વનું પરિબળ છે. બાળકને આ તબકકે લર્નીગનો એક જુદો જ ટેસ્ટ આપવાનો પ્રયત્ન છે. આથી આપ સૌ આપના વિદ્યાર્થીઓને જીવનના અત્યંત મહત્વના તબકકે આને માત્ર પરીક્ષા જ ન સમજતાં લર્નીંગ કન્સેપ્ટ તરીકે જોવા વિનંતી છે. આખરે આપણું લક્ષ્ય એસેસમેન્ટ ઓફ લર્નીંગ ને બદલે એસેસમેન્ટ ફોર લર્નીંગ બની રહે તે માટે આપના સૌની આ દિશામાં સમજ એક બની રહે તે જરૂરી છે.


અધ્યક્ષ (કારોબારી)


રાજ્ય પરીક્ષા બોર્ડ

વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની વિવિધ પ્રકારની તાલીમમાં મૂલ્યાંકનનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. સમજશક્તિનો વિકાસ, જ્ઞાન, ઉપયોગિતા, કૌશલ્ય વગેરેનું વિકાસ મૂલ્યાંકન પરીક્ષા તંત્ર દ્વારા કરવામાં આવે છે.


રાજ્ય પરીક્ષા બોર્ડની સ્થાપના


રાજ્ય પરીક્ષા બોર્ડની સ્થાપના ગુજરાત પરીક્ષા વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિવિધ પરીક્ષાઓના વહીવટ માટે નવેમ્બર 1966 માં કરવામાં આવી હતી. પરીક્ષા વિભાગના 1999ના ઠરાવ દ્વારા બોર્ડને સ્વાયત્ત જાહેર કરવામાં આવ્યું છે. સ્વાયત્ત બોર્ડના અંદાજપત્ર અંગેની બેઠકના અધ્યક્ષ તરીકે શિક્ષણ મંત્રીનો ફાળો પ્રેરણાદાયી છે. શૈક્ષણિક વિભાગના મુખ્ય સચિવ સંઘની કાર્યરત સમિતિના અધ્યક્ષ તરીકે મહત્વનું માર્ગદર્શન આપશે. રાજ્યની શૈક્ષણિક સમિતિના અધ્યક્ષ બંને સમિતિઓના સભ્ય સચિવ તરીકેની ભૂમિકા ભજવશે. રાજ્ય પરીક્ષા બોર્ડના વહિવટકારો વિવિધ 24 ઓપન પરીક્ષાઓ લેશે. આ બોર્ડના 13 સભ્યો ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત થાય છે. આ ઉપરાંત વહીવટી સમિતિની રચના વિવિધ પરીક્ષાઓના સંચાલનમાં મદદ માટે કરવામાં આવી છે.

વપરાશકર્તાઓ : 6242498 ડિસક્લેમર