પરીક્ષાઓ

પરીક્ષાઓ
રાષ્‍ટ્રીય પ્રતિભા - ખોજ પરીક્ષા (એન.ટી.એસ. પરીક્ષા):-

એન.સી.ઇ.આર.ટી. ન્‍યુ દિલ્‍હી સંચાલિત રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ (એન.ટી.એસ.) પરીક્ષા ધોરણ-૮ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી માટે બે તબક્કામાં લેવાનાર છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જિલ્‍લાના નિયત કેન્‍દ્રોમાં તા. ૧૬-૧૧-૨૦૦૮ ને રવિવારના રોજ લેવાશે. ધોરણ-૧૦ ની પરીક્ષા ૨૦૦૮ ના વર્ષથી બંધ કરવામાં આવેલ છે. ૨૦૦૮ નાં વર્ષમાં કેવળ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજવામાં આવશે.


.ઉમેદવારની લાયકાત :

જે ઉમેદવાર કેન્‍દ્ર અથવા રાજ્યની કોઇપણ માન્‍ય શાળામાં ૨૦૦૮ નાં વર્ષમાં ધોરણ-૮ માં અભ્‍યાસ કરતો હોય અને વર્ષને અંતે ધોરણ-૮ ની પરીક્ષામાં બેસનાર હોય તેજ ઉમેદવાર આ પરીક્ષા આપી શકશે.

.પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :

ભારત સરકાર એન.સી.ઇ.આર.ટી. જે પદ્ધતિએ બીજા તબક્કાની પરીક્ષા લે છે. તેજ પદ્ધતિએ પ્રથમ તબક્કામાં ધોરણ-૮, ૯૦ ગુણના બે પ્રશ્નપત્રો હોય છે.

ધોરણ – ૮

.જનરલ મેન્‍ટલ એબીલીટી ટેસ્‍ટ (એમ.એ.ટી.) કુલ ગુણ-૯૦ સમય : ૧ કલાક ૩૦ મિનિટ

.સ્‍કોલેસ્‍ટીક એપ્‍ટીટયુડ ટેસ્‍ટ (એસ.એ.ટી.) કુલ ગુણ-૯૦ સમય : ૧ કલાક ૩૦ મિનિટ
૧) વિજ્ઞાન (Basic Science) – ગુણ ૩૫ (૨) ગણિત – ગુણ ૨૦ (૩) સમાજવિદ્યા – ગુણ ૩૫

.અરજી કરવાની રીત :

ઉમેદવાર જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી આવેદનપત્રો મેળવી ભરેલા આવેદનપત્રો પોતાની શાળાના આચાર્યશ્રીના સહિ સિક્કા કરાવી જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી મારફતે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી આપવાના હોય છે.

.પરીક્ષાનું માધ્‍યમ :

પરીક્ષાનું માધ્‍યમ અંગ્રેજી તેમજ ગુજરાતી હોય છે અને પ્રશ્નો બહુ વિકલ્‍પ હોય છે.

.પરીક્ષા ફી :

પરીક્ષા ફી ધોરણ-૮ જનરલ કેટેગરી માટે રૂ. ૭૦/- અને એસ.સી. તથા એસ. ટી. માટે રૂ. ૫૦/- ભરવાની રહેશે. શાળાએ પરીક્ષા ફીની તમામ રકમ એકત્ર કરી સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના નામનો ડિમાન્‍ડ ડ્રાફટ કઢાવી આવેદનપત્રો સાથે જમા મરાવવાનો હોય છે.


આગળ જુઓ
વપરાશકર્તાઓ : 1078224 ડિસક્લેમર