About Department
Chairman Message
માનનીય અધ્યક્ષ નો સંદેશ

-: પરીક્ષા અને બાળકો :-

  1. શિક્ષણઃ-

શિક્ષણની મુળભૂત વ્યાખ્યાને જોઇએ તો તેમાં બાળકનો સર્વાગી વિકાસ મુખ્ય છે. તેના આ મુખ્ય ઉદેૃશ માટે બાળક સંદર્ભે સ્કુલીંગ એજયુકેશન ઉભું કરવામાં આવ્યું છે. આ તબકકામાં બાળકને વિવિધ એકસપોઝર આપીને તેનામાં પરિવર્તનો લાવવાની ક્રિયાને એજયુકેશન લર્નીંગ કહીએ છીએ. આ માટે વિશ્વભરમાં સમકાલીન વિવિધ પ્રવૃત્તિઓ, પધ્ધતિઓ, પ્રયુકિતઓ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને આપણે પેડેગોજીનો હિસ્સો માનીએ છીએ.

આ માટે બાળક એના સ્કુલીંગ એજયુકેશન દરમિયાન વિવિધ કૌશલ્યો કેળવે છે. કયારેક આ કૌશલ્યો ગૌણ બની રહે, માત્ર ઇન્ફર્મેશન અને નોલેજનું પ્રાધાન્ય વર્ગોમાં અહમ્ બની જાય છે. જેથી આ વર્ગ ક્રમશઃ સમાજ સુધી માત્ર નંબર્સ/ માર્કસ આધારીત સીસ્ટમને જ શિક્ષણ માની લે છે. તેનો ભોગ માત્રને માત્ર બાળકો જ બની રહે છે. આમ ન બને તે માટે દરેક બાળકને ઓળખવાની જરૂર છે. દરેક બાળકની પ્રતિભા ભિન્ન હોય છે. જેના રસ, રુચિ અને વલણોને આધારે તેના એકસપોઝર આપવાથી બાળક પોતાની કારકિર્દીમાં રસમયી રીતે શ્રેષ્ઠ બની શકે છે.

વિશ્વમાં આ માટે પહેલા ધોરણથી જ દરેક બાળકનો પોર્ટફોલીયો/ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. જેમાં કયુ બાળક લેફટ બ્રેઇનમાં સાર્પ છે અને કયુ બાળક રાઇટ બ્રેઇનમાં સાર્પ છે. તે વાલીઓ, શિક્ષકો અને ખુદ બાળક માટે અત્યંત મહત્વનું છે.

આ માટે રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ એ મહત્વનું પરિબળ છે. બાળકને આ તબકકે લર્નીગનો એક જુદો જ ટેસ્ટ આપવાનો પ્રયત્ન છે. આથી આપ સૌ આપના વિદ્યાર્થીઓને જીવનના અત્યંત મહત્વના તબકકે આને માત્ર પરીક્ષા જ ન સમજતાં લર્નીંગ કન્સેપ્ટ તરીકે જોવા વિનંતી છે. આખરે આપણું લક્ષ્ય એસેસમેન્ટ ઓફ લર્નીંગ ને બદલે એસેસમેન્ટ ફોર લર્નીંગ બની રહે તે માટે આપના સૌની આ દિશામાં સમજ એક બની રહે તે જરૂરી છે.

આપનો..

શ્રી.પી.એ.જલુ

(અધ્યક્ષ)

Visitors : 4779448 Disclaimer