Functional Areas


કન્યાઓને શિક્ષણ


Education of Girls

એસ.એસ.એ.ના લક્ષ્યમાં શિક્ષણમાં જાતિની વિષમતા ઘટાડવા ઉપર નિશ્ચિત ધ્યાન, જે નીચી નોંધણી, ટકાવપણા અને કન્યાઓની સિદ્ધિમાં પરાવર્તિત થાય છે, ખાસ કરીને સામાજીક અને આર્થીક પછાત વર્ગોમાંથી આવતી કન્યાનો સમાવેશ થાય છે. ગુજરાતે કન્યા પ્રવેશ, નોંધણી અને ટકાવી રાખવા માટે ખાસ વ્યુહરચના અપનાવી છે. જાતિ સંવેદિત અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો વિકસાવવામાં આવેલ છે. બધી જ નવી શાળાઓના મકાનોમાં છોકરીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. છોકરીઓની હાજરીને ઉત્તેજન આપવા ત્વરિત બાળ સંભાળ કેન્દ્રો (ઈ.સી.સી.ઈ. – એ.એસ. કેન્દ્રો) ખોલવામાં આવેલ છે.
રાજ્ય સાધન-સંપત્તિ જુથ અને જીલ્લા સાધન-સંપત્તિ જુથને ચોક્ક્સ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાતિ આધારિત શિક્ષણ પદ્ધતિની રચના કરવાની જવાબદારી સોંપવામા આવી છે. જાતિ જાગ્રુતિ માટેનું સાહિત્ય જેમ કે ભિંતપત્ર, પુસ્તિકાઓ અને ચોપનીયાં તૈયાર કરવામાં આવેલ છે. શિક્ષકો, કુશળ તાલિમ આપનાર તથા બી.આર.સી.અને સી.આર.સી.ના અધિકારિઓ માટે જાતિ શિક્ષણના નમુના તૈયાર કરવામાં આવ્યા.
આ યોજના સમુદાયોને, ખાસકરીને સ્ત્રીઓને યોજનાના દરેક પાસાઓમાં મહત્વપૂર્ણ ભાગ ભજવવા માટે તૈયાર કરવાની મહત્વપૂર્ણ જરૂરને સમઝે છે. આ દિશામાં, ગ્રામ્ય સ્તરની સ્થાનિક સંસ્થાઓને જેમ કે એસ.એમ.સી.ને એમના વિસ્તારોમાં કન્યા કેળવણીની જવાબદારી લેવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્યા છે. મહિલા જૂથો, મહિલા સરપંચો અને પંચાયતના મહિલા સભ્યો જેવા સમુદાયોની ક્ષમતા તીવ્રતાથી વધારવામાં આવી છે જેનું ધ્યાન કેન્દ્ર કન્યા કેળવણી છે. સાથે સાથે સમુદાયો અને મહિલા મંડળો એકત્રીકરણ અને શાળા સંચાલન તથા કન્યાઓની પ્રવેશ નિરીક્ષણ, તેમને ટકાવી રાખવા અને સિદ્ધિ સ્તરો માટે પણ જોડાવવામાં આવ્યા હતા.

પ્રાથમિક શિક્ષણમાં જાતિ વિષમતામાં ઘટાડો


ગુજરાતમાં એવું અનુભવાય છે કે સ્ત્રીઓને વાસ્તવિક અધિકારીતા ફક્ત શિક્ષણ દ્વારા જ શક્ય છે. માતાઓને પહેલાં શિક્ષીત કરવી પડશે અને તેમની દિકરીઓને શિક્ષણના મહત્વથી વાકેફ કરવી પડશે. શિક્ષણના માર્ગમાં પ્રવર્તમાન જાતિય અને સામાજીક વિષમતાઓ દૂર કરવા ઉપર પ્રાધાન્ય આપવા માટે એસ.એસ.એ. નીચે કન્યા શિક્ષણના પ્રોત્સાહન માટે જી.સી.ઈ.ઈ. વિવિધ હસ્તક્ષેપના પ્રયત્નો કરે છે. સામાન્ય રીતે લોકોને તથા ખાસ કરીને સ્ત્રીઓને તેમનાં બાળકોને શાળાએ મોકલવા માટે પ્રેરણા આપવાના નિરંતર પ્રયત્નો કરવામાં આવેલ છે. આ પ્રાથમિક શિક્ષણ માટે આખી પેઢીની માંગના સંદર્ભમાં છે. આ વ્યુહરચના ગ્રામિણ લોકોનો, ખાસ કરીને સ્ત્રીઓનો, શાળા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલીને સામાજ-શાળા વચ્ચેની એક મજબુત સંલગ્નતા માટે છે..

શિક્ષણ શાસ્ત્રના નવિનીકરણની પ્રક્રિયા


એસ.એસ.એ. નીચે શિક્ષણ શાસ્ત્રના નવિનીકરણમાં ગુજરાતને પ્રચંડ સફળતા મળી છે. શિક્ષકો, યુનિવર્સીટીના વ્યવસાયિકો, મહાવિદ્યાલયો અને બીન સરકારી સંસ્થાઓ સાથે બહોળા પ્રમાણમાં પરામર્શ શિક્ષણ શાસ્ત્રના નવિનીકરણની પ્રક્રિયામાં વિકેંદ્રીકરણ તરીકે દાખલ કરેલ છે. જીલ્લા કક્ષાએ પણ આવી પરામર્શ પ્રક્રિયા દાખલ કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે કે જ્યાં ડાયેટ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને જીલ્લા કક્ષાની તાલિમી જરૂરીયાત શોધી કાઢવાની તેમજ તે મુજબ તાલિમ કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવાની પણ સત્તા આપવામાં આવેલ છે. ગુજરાતમાં બ્લોક અને ક્લસ્ટર કક્ષાએ સાધન સહાય કેન્દ્રના નિર્માણે પહેલાંની વહીવટી પ્રકારની તપાસ પદ્ધતિનું સ્થાન લીધું છે. શિક્ષકોની તાલિમની અનુવર્તી કર્યવાહી ઉપર અને બી.આર.સી. અને સી.આર.સી. ના સંકલનકારોની મુલાકાતો, જેમાં શિક્ષકો શિક્ષણને લગતું માર્ગદર્શન મેળવે છે અને બદલાતી શિક્ષણ / અધ્યયન પરીસ્થિતિને પહોંચી વળવામાં મદદ મેળવે છે, તેને ટેકો આપવા ઉપર હવે વધારે ભાર આપવામાં આવે છે.
ઉપરના સંદર્ભમાં, નવાં પાઠ્યપુસ્તકોનો વિકાસ, અભ્યાસક્રમની સમાલોચના, નવી શિક્ષણ પદ્ધતિ પ્રત્યે શિક્ષકોનું સંસ્કરણ કરવું, જેને વિશાળ અર્થમાં બાળક કેન્દ્રિત, પ્રવ્રુત્તિ આધારીત, આનંદ સભર શિક્ષણ / અધ્યયન તરિકે આંકી શકાય, જેવાં નિશ્ચિત પગલાં લેવામાં આવેલ છે. શિક્ષણ શાસ્ત્ર માટેનું રાજ્ય સાધન સહાય જૂથ (એસ.આર.જી.), શિક્ષણ શાસ્ત્રના નવિનીકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. બ્લોક અને ક્લસ્ટર સાધન સહાય કેન્દ્રો કાર્યાન્વિત કરવામાં આવેલ છે. એસ.એસ.એ. નીચે રાજ્યમાં તમામ શાળાઓને ટી.એલ.એમ. અનુદાન તથા શાળા અનુદાન ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)

કન્યા શિક્ષણ પ્રગતિ 2014-15

કન્યા શિક્ષણ પ્રગતિ 2012-13


Visitors : 3210422 Disclaimer