પરીયોજનાઓ


કોમ્પ્યુટર એઈડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ. એ. એલ. પી.)
સામાન્ય કલ્પના :
કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. ) એક પરિસ્થિતિ એવી ઉભી કરે છે જ્યાં શીખવું અને માપવું એક ગમ્મત છે અને શીખવા માટે ની તકો ગ્રામ્ય તથા શહેરી બાળકો માટે સરખી હોય છે. સિઈએલપિ ની રજુઆત શરુઆતમાં ગ્રામીણ સરકારી પ્રારંભિક શાળાઓ ના ધોરણ ૧ થી ૭ માં બાળકોને આકર્શવા તથા ટકાવી રાખવા માટે શરુ કરવામાં આવી છે, સાથે સાથે “રમતમાં શીખવું”, “મજા મજામાં આકરણી” તથા “બધા માટે સરખું જ્ઞાન” ની મદદથી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે.
હેતુઓ અને કામગિરિ :
સિ.એ.એલ. પ્રોગ્રામનું મુખ્ય હેતુ બાળકોને શાળામાં આકર્શવું, ટકાવી રાખવું અને એનીમેટેડ મલ્ટીમીડીયા આધારિત શિક્ષણ સામગ્રીની મદદથી ભણતરની ગુણવત્તા સુધારવું છે.મલ્ટીમીડીયાનાં લક્ષણોંના ઉપયોગથી ઉખાણાઓ, વાર્તાઓ, એનીમેટેડ ચિત્રો અને અરસ પરસ રમતો દ્વારા સિએએલપીનાં હેતુઓ પૂરા કરી શકાય છે. હાજરજવાબી, સ્વદક્ષતા અને સ્વાધીનતા, આ ત્રણ નિર્ણાયક વસ્તુઓ જે કોઇ પણ કાર્યને રમતમાં બદલી દે છે, જેમનું સમાવેશ સિએએલપિ માં કરવામાં આવ્યું છે, જેથી શિક્ષણ રમત લાગે છે. ચિત્રો, સંગીત અને વાર્તાઓ દ્વારા સિએએલપિ માં શિક્ષણ સ્વયં કરી શકાય છે.

ફાયદાઓ :
 • આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આઇ.ટી. શિક્ષણ માં ખાસ સુધારો થશે અને રાજ્યના આંકડાકીય ભેદ દૂર કરવામાં ઉપયોગી નીવડશે.
 • શાળાઓમાં વિધ્યાર્થિઓ નો શિક્ષણમાં રસ વધશે જેથી શાળામાં હાજરી વધસે અને પરીક્ષામાં પરિણામ સુધરશે
 • વર્ગમાં આઈ. ટી નાં ઉપયોગથી શીખવાડવાની પદ્ધતિમાં પણ સુધારો થશે
 • વિદ્યાર્થી તથા શિક્ષકની શિખવવાની રીત અને ફળદ્રુપતામાં વધારો
 • વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચસ્તરનું કોમ્પુટરનું શિક્ષણ સાથે ચાલુ રાખીને સારી રીતે તૈયાર કરવા.
શાળામા કોમ્પ્યુટર લેબની સુવિધા
વર્ષકોમ્પ્યુટર લેબની સુવિધા ધરવતી શાળાઓની સંખ્યા
૨૦૦૩-૦૪ ૮૧૪
૨૦૦૫-૦૬ ૫૦૦
૨૦૦૬-૦૭ ૪૦૬૧
૨૦૦૯-૧૦ ૨૭૫
૨૦૧૧-૧૨ ૧૪૮૫૬
કુલ (૨૦૧૬ - ૧૭ સુધી )૨૦૫૦૨
શાળા દીઠ પુરા પાડવામાં આવેલ સાધનો (૨૦૧૧)
 • પ કોમ્પ્યુટર ૧૫ ઇંચ મોનીટર સાથે
 • ૫+૧ કોમ્પ્યુટર શેર કોમ્પ્યુટીંગ
 • ૪૨ ઇંચ એલસીડી ટીવી
 • ૧ કેયુબેંડ ડિશ એંટેના
 • ૧ પ્રિંટર
 • કોમ્પ્યુટર ટેબલ અને પ્લાસ્ટીકની ખુરશી
આગળ જુઓ


Process initiated
CAL Toll Free Numbers
વપરાશકર્તાઓ : 3260421 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :24/5/2017
ડિસક્લેમર