| બાલા (શાળામકાન શીખવા તરીકે) | i-B a L A - Inclusive-Building as Learning Aid |
| for developing Model Schools of Sarva Shiksha Abhiyan (SSA), Gujarat |
પરિચય
|
બાલા (શાળામકાન શીખવા તરીકે) શિક્ષણ ગુણવત્તા સુધારણા તરફ એક નવીન ખ્યાલ છે. જે બાળ મૈત્રીપૂર્ણ, આનંદ આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓંને શાળાના મકાનના બંધારણ મારફતે શીખવવાનો પ્રયાસ છે.
|
આ પ્રકારનો મૂળભૂત વિચાર વિન્યાસ દ્વારા શોધ કરવામા આવી હતી, આ ઉપરાંત સ્થાપત્ય સંશોધન અને ડિઝાઈન કેન્દ્રનો યુનિસેફના સપોર્ટથી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમા ૧૬૨૦ થી વધારે મોડેલ શાળાઓમા લાગુ કરવામા આવી છે. બાલા પ્રોજેક્ટની અસરકારક અમલીકરણ તથા રચના કરવા માટે એસ.એસ.એ. ગુજરાત દ્વારા જિલ્લા લેવલે અને બ્લોક લેવલ ઉપર વીશાળ સિવિલ ઇજનેરની ટીમ સાથે શાળાઓના મુખ્ય શિક્ષક, સહ શિક્ષકોને સાંકડી લઈને ટ્રેનીંગ આપવામા આવેલ છે. રાજ્ય સરકાર પાસે મર્યાદિત સાધન હોવા છતા પણ બાલા પ્રોજેક્ટ હેઠળ આવેલ મોડેલ સ્કૂલ બનાવવાની માંગમા ઉત્તરો ઉત્તર વધારો થતો જાય છે.
|
|
બાલા પ્રોજેક્ટ શું છે?
|
બાલા એટલે “એવી શાળાને બનાવવી કે જ્યાં તમામ બાળકોને આવવું ગમે... ભણવું ગમે.. અને રોકાવું ગમે....” નો એક સુંદર વિચાર છે. (CWSN) ને આધારિત બાળકોની ખાસ જરૂરિયાતને સામેલ કરી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા મુક્ત વાતાવરણ પૂરું પડવાનો છે. આવી શાળાઓના બાંધકામ દ્વારા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાના સ્ત્રોતને આધાર મળે છે. |
આ પ્રોજેક્ટ ના મુખ્ય બે ભાગ છે. |
| ભણવાની અને શિક્ષણ આપવાની જગ્યાની પરીસ્તીથીઓમા વિકાસ કરવો |
|---|
| આવી જગ્યાઓમા આ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ સ્તરને ઉચું લાવવાનો પ્રયાસ કરવો. |
|---|
|
| આવી શાળાઓ બનાવવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરી શકાય? |
| વર્ગખંડ |
|---|
| દાદરની સીડીઓ |
|---|
| શાળાનું આંગન |
|---|
| શાળાનો ઓટલો, પાળી વિગેરે |
|---|
|
| કઈ આંતરીક જગ્યાઓનો ઉપયોગ કરાય? |
| ભોંયતળીયુ |
|---|
| દીવાલ |
|---|
| બારીઓ |
|---|
| દરવાજો |
|---|
| છત |
|---|
| છજલી અને પ્લેટફોર્મ |
|---|
| રાચ રચીલું (ફર્નીચર) |
|---|
|
|