ખાતા વિષે
અમારા વિશે
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ. ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ. રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે ૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ.

તેણે જુન – ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન – ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.

સર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.) નીચે ગુજરાતમાં તમામ ૩૩ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો અમલ થાય છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૮૯ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.વઘુમાં, ગુજરાત સરકારની નાણાકીય સહાય દ્વારા ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓં માટે રહેણાંક સવલતો સાથે ૪૩ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) અને માધ્યમિક શાળાઓની કન્યાઓ માટે રહેણાંક સવલતો સાથે ૫૯ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) બનાવવામાં આવેલ છે

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે યોજનાઓના અમલીકરણ માટે સંસ્થાના મેમોરેંન્ડમ ઓફ એસોસીએશનમાં યોગ્ય ફેરફારો કરવામાં આવેલ છે.
વપરાશકર્તાઓ : 3211513 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :17/5/2017
ડિસક્લેમર