ખાતા વિષે
કાર્યલક્ષી વિસ્‍તારો

વૈકલ્પિક વિદ્યાશાખા :
એક અનુમાન મુજબ ૩ લાખ કરતાં વધુ બાળકો ઔપચારીક રીતે શાળામાં જતાં નથી. તે માટે, જી.સી.પી.ઈ. એ દૂર અને નાના વસવાટમા વસતાં વંચિત બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે વૈકલ્પિક વિદ્યા કેન્દ્રો સફળતાપૂર્વક શરૂ કરેલ છે. આનો ઉદ્દેશ ક્યારેય શાળામાં ન ગયેલ તથા શાળા છોડી ગયેલ બાળકોને એ સ્તર સુધી શિક્ષણ આપવાનો છે કે જ્યાંથી તેઓ શાળામાં ઔપચારીક પ્રાથમિક શિક્ષણ ફરી શરૂ કરી શકે. આનો એક અભિગમ શાળા છોડી ગયેલ વિદ્યાર્થીઓના પ્રકારો અને તેમના પ્રશ્નોની યોગ્ય સમજણ ઉપર આધારિત વૈકલ્પિક વિદ્યાશાખાના યોગ્ય નમુના તૈયાર કરવાનો અને આ ક્ષેત્રના સફળ અનુભવમાંથી શીખવાનો પણ છે.
ડી.પી.ઈ.પી. - II નીચે તૈયાર થયેલ વૈકલ્પિક વિદ્યાશાખાના નિયમનો ગુજરાતમાં ડી.પી.ઈ.પી. - IV અને એસ.એસ.એ. માં પ્રતિક્રુત કરવામાં આવેલ છે.


વૈકલ્પિક વિદ્યાશાખાના નમુનાઓ

યોજના હેઠળના જિલ્લાઓના શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણ પુરું પાડવા માટે ઘણા એ.એસ. નમુનાઓ અજમાવી જોવાયેલ છે, જે નીચે મુજબ છે :

 

શાળામાં પાછાં ફરેલ

સેતુ અભ્યાસક્રમ

 • એ.એસ. કેન્દ્ર

 • વૈકલ્પિક શાળા

 • શૈક્ષણીક શિબિર

 • આશ્રમ શાળાઓમાં વધારાની બેઠકો

 • સમુદાયનું છાત્રાલય

 • ઓળખ પત્ર

(આ ત્રણ પ્રકારો હેઠળ વિદ્યાર્થીઓ ઔપચારીક શાળામાં તેમનો અભ્યાસ ચાલુ રાખે છે. આશ્રમ શાળાઓ અને સમુદાયના છાત્રાલયમાં રહેવાની સગવડ અપાય છે.)

 • વેકેશનનો અભ્યાસક્રમ

 • બઢતી અભ્યાસક્રમ

 • વચગાળાના સત્રનો અભ્યાસક્રમ

 • ખેતર – વાડી શાળા

 • તમ્બુ શાળા

 • મીઠાના અગરની શાળા

 • રાત્રિ વર્ગ

 • હરતી – ફરતી શાળા


આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3166817 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :25/7/2012
ડિસક્લેમર