Projects

ગ્રીન સ્કુલ

શિક્ષણની સાર્વત્રિક પહોંચ, નામાંકન, સ્થાયીકરણ અને ગુણવતાસભર શિક્ષણ એ સર્વ શિક્ષા અભિયાનના હેતુઓ છે. જેને હાંસલ કરવા માટે ગ્રીન સ્કુલ પ્રોગ્રામ ખૂબ જ આવકારદાયક છે. શાળાની ઈમારત ખૂબ જ કિંમતી હોય છે. જેની રચના અને વિકાસ વિદ્યાર્થીઓના શિક્ષણમાં મહત્વનો ફાળો આપે અને શૈક્ષણિક પ્રક્રિયામાં તેનો અસરકારક ઉપયોગ થાય તે ખૂબજ જરૂરી છે.
ઉપરોકત હેતુઓના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦૧૩ માં ગ્રીન અને સસ્ટેનેબલ સ્કુલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ગ્રીન અને સસ્ટેનેબલ શાળા માત્ર વિકાસ જ નથી પરંતુ શિક્ષકો, સમુદાયો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી ધ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવાનો અને ભાવિ પેઢીનું જીવનધોરણ સુધારવા માટે હાલની પેઢીની જવાબદારીને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે.
આપણાપર્યાવરણનાતત્વો :

. હવા : ઓકિસજન બેલેન્સ , રસોઈની પધ્ધતિ , પરિવહન અને હવાની ગુણવત્તા
. પાણી : પાણીના સ્ત્રોત, સંગ્રહ, સંચય અને રીસાઈકલીંગ , વરસાદી પાણીનો સંગ્રહ
. જમીન : જમીનનો અસરકારક ઉપયોગ, હરીયાળો વિસ્તાર , બાળ કેન્દ્રીય ઉપયોગ, મહતમ જૈવ વિવિધતા, જમીનનું સંરક્ષણ અને સંવર્ધન
. ઉર્જા : પુનઃપ્રાપ્ય ઉર્જાનો વપરાશ , ઉર્જાની બચત અને તેની પધ્ધતિઓ
. વેસ્ટ : કચરાની ઉત્પત્તિ, વર્ગીકરણ, એકત્રી એકત્રીકરણ, પુનઃ ઉપયોગ અને યોગ્ય નિકાલ
. બાંધકામ : બાંધકામમાં પર્યાવરણીય અનુકુલન, સુરક્ષા, સલામતી અને તેની જાળવણી

ગ્રીન અને સસ્ટેનેબલ શાળા પ્રોજેકટમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા (રેઈન વોટર હાર્વેસ્ટિંગ), વૃક્ષારોપણ, સૌર ઉર્જાનો ઉપયોગ, પાણીઉર્જા અને કચરાનું વ્યવસ્થાપન જેવા વિવિધ ઘટકો અને સમગ્ર શાળાકીય સુવિધાઓમાં પર્યાવરણની જાળવણી અને અભિવૃધ્ધિના આયોજનનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમના સફળ અમલીકરણ અને પર્યાવરણ અંગે જાગૃતિ માટેના વિવિધ એકમોનો બાળકોના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે. હાલમાં, રાજયની ૬૧ પ્રાથમિક શાળાઓ અને ૧૦૦ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોને ગ્રીન સ્કુલમાં તબદીલ કરવાના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વળી, ૪૭ પ્રાથમિક શાળાઓમાં આ કામગીરી પ્રગતિમાં છે.

પધ્ધતિ :
 • ગ્રીન સ્કુલ અંતર્ગત શાળાનું મૂલ્યાંકન કરવા માટે ઓડિટ ફોર્મ તૈયાર કરવામાં આવે છે. જેમાં પર્યાવરણના અલગ અલગ તત્વોના વિશ્લેષણના ૧૦૦ ૧૦૦ એમ કુલ ૬૦૦ ગુણ માટે અલગ અલગ મુદાનો સમાવેશ કરવામાં આવેલ છે.
 • શાળાની વર્તમાન સ્થિતિનું ધારધોરણ પ્રમાણે વિશ્લેષણ કરી ઓડિટ ફોર્મ ભરવામાં આવે છે. જેને પ્રારંભિક સર્વે કહેવામાં આવે છે.
 • સમગ્ર પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનીકલ સ્ટાફને (એસએસએ એન્જિનીયર અને આસીસ્ટન્ટ આર્કીટેકટ) તાલીમ આપવી.
 • શાળામાં ગ્રીન સ્કુલ અંતર્ગત જરૂરી પ્રવૃતિઓ અને પધ્ધતિઓ અપનાવવી તેમજ જરૂરી સુધારા વધારા કરવા.
 • થોડા મહિના પછી (અંદાજે ૬ મહિના) થયેલ કામગીરીનું વિશ્લેષણ કરી મધ્યકાલીન સર્વે કરવામાં આવે છે.
 • ત્યારબાદ ફરીથી અમૂક મહિના પછી (અંદાજે ૬ મહિના) શાળાએ અત્યાર સુધી કેટલા ગુણ પ્રાપ્ત કરેલ છે તે જાણવા માટે અંતિમ સર્વે હાથ ધરી ઓડિટ ફોર્મ ભરવામાં આવે છે.
 • એક વર્ષમાં ઓછામાં ઓછું ૩ વખત બાળકો, શિક્ષકો અને ટેકનીકલ સ્ટાફની મદદથી આ સર્વે હાથ ધરવામાં આવે છે.

પરિણામ :-

 • · બાળકોમાં અને સમાજમાં પર્યાવરણ માટે સંવેદના ઉત્પન્ન થાય છે

  · બાળકો વૈશ્વીક વાતાવરણથી સભાન થાય છે અને સાચા વાહક નાગરિક બને છે

  · બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે અનુકુળ વાતાવરણ ઉભુ થાય છે

  · જાહેર જનતામાં શિષ્ટાચાર અને સારી આદતો કેળવાય છે તેમજ તેઓ જાહેર મિલકતની સાચવણીમાં ભાગીદાર થાય છે

  · શાળામાં અને તેની આસપાસ (ગામ કે શહેર) માં સ્વસ્થ અને ખુશનુંમા વાતાવરણ ઉભુ થાય છે

  · વાલીઓમાં શાળા પ્રત્યે નિષ્ઠા ઉત્પન્ન થાય છે

  · બાળકોને શાળામાં વધારે સમય વિતાવવો ગમે છે અને તેમની સંખ્યામાં પણ વધારો થાય છે

  · અભ્યાસક્રમને વ્યવહારૂ રીતે સમજાવવામાં આવતો હોવાથી બાળકો સરળ રીતે સમજી શકે છે

  · બાળકો, શિક્ષકો અને સમાજમાં શાળા પ્રત્યે માલિકીપણાનો ભાવ ઉત્પન્ન થાય છે

  · સારા અને સ્વસ્થ વાતાવરણને કારણે બાળકોની તંદુરસ્તી પણ સુધરે છે

કાર્યનં.

કાર્ય

મહત્તમમાર્કસ

અમારીશાળાદ્વારામેળવેલમાર્કસ

 

કાર્યનં.

કાર્ય

મહત્તમમાર્કસ

અમારીશાળાદ્વારામેળવેલમાર્કસ

-હવા

 

-ઉર્જા

અમારી શાળાની હવા મૂલ્યાંકન ટીમ

-

-

 

અમારી શાળાની એનર્જી ઓડિટ ટીમ

-

-

શાળા સમુદાયનું શાળા પરિસરમાં જ ઓક્સિજન સંતુલન.

૧૦

 

 

અમારી શાળા દ્વારા ઊર્જાનો વપરાશ – તમામ પ્રવૃતિ માટે

૩૦

 

અમારી શાળામાં હવાના પ્રદૂષણની સ્થિતિ

 

 

શાળાના ઊર્જા સ્ત્રોતોના પર્યાવરણીય સ્વચ્છતા અંગેની જાણકારી

૧૫

 

હવામાં ભળેલા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં નુકશાન કરતા તરલ કણોનું પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તારમાંથી આવતા બાળકોના પરિવારની સંખ્યા.

 

 

અમારી શાળામાં ઊર્જા બચતની પધ્ધતિઓ

૧૦

 

અમારી શાળામાં મધ્યાહન ભોજન યોજના

૧૦

 

 

અમારી શાળામાં ઊર્જાની બચત

૩૫

 

દરરોજ શાળામાં આવવા જવાની પરિવહન પધ્ધતિ.

૩૦

 

 

શાળા અને તેની આસપાસના વિસ્તારમાં ઉર્જાનો વપરાશ, ઉર્જા સ્ત્રોતોની પર્યાવરણીય સ્વચ્છતા અંગેની જાગૃતિ, ઉર્જાની બચત અને તેની પધ્ધતિઓ અંગે જાગૃતિ લાવવા શાળા સમુદાય ધ્વારા કરેલ પહેલ

૧૦

 

કુદરતી – પુરતી હવા ઉજાસવાળુ શાળાનું મકાન.

૩૦

 

 

શાળા અને તેની આસપાસના વિસ્તારમાં હવાની ગુણવત્તા સુધરે તે માટે શાળા સમુદાય દ્વારા કરેલ પહેલ

૧૦

 

 

કુલ

૧૦૦

 

 

કુલ

૧૦૦

 

-પાણી

 

- વેસ્ટ

અમારી શાળાની પાણી મૂલ્યાંકન ટીમ

-

-

 

અમારી શાળાની વેસ્ટ મેનેજમેન્ટ માટે ઓડિટ ટીમ

-

-

અમારી શાળામાં પાણીનો ઉપયોગ અને વપરાશ

૧૫

 

 

અમારી શાળામાં ઉત્પન્ન થતો વેસ્ટનો (બિન ઉપયોગી વસ્તુનો) જથ્થો

૧પ

 

અમારી શાળામાં પાણી, સ્વચ્છતા અને શૌચાલયની સુવિધાઓ

૨૦

 

 

અમારી શાળામાં કચરાને એકઠો કરવાની વ્યવસ્થા

૧પ

 

અમારી શાળાએ અપનાવેલ જળસંરક્ષણ અને સ્વચ્છતાની પદ્ધતિઓ

૧૫

 

 

અમારી શાળામાં કચરાનો પુનઃ ઉપયોગ અને રિસાઇકલ

૪૦

 

અમારી શાળા દ્વારા કરવામાં આવેલ વરસાદી પાણીનો સંગ્રહ

૨૦

 

 

અમારી શાળામાં કચરા નિકાલનો રેકોર્ડ

ર૦

 

અમારી શાળા દ્વારા ઉપયોગ કરેલ પાણીનું રીસાઇકલ / પુન: ઉપયોગ

૨૦

 

 

શાળા અને તેની આસપસના વિસ્તારમાં વેસ્ટ (કચરો)ની ઉત્પતિ, વર્ગીકરણ-એકત્રીકરણ, પુનઃઉપયોગ અને યોગ્ય નિકાલ અંગે જાગૃતિ લાવવા શાળા સમુદાય દ્વારા કરેલ પહેલ

૧૦

 

શાળા અને તેની આસપાસના વિસ્તારમાં પાણીના સ્ત્રોત, ગુણવત્તા, સ્વચ્છતા અને સંચય અંગે જાગૃતિ લાવવા શાળા સમુદાય દ્વારા કરેલ પહેલ

૧૦

 

 

કુલ

૧૦૦

 

 

કુલ

૧૦૦

 

-જમીન

 

બીલ્ડસ્પેસ

અમારી શાળાની જમીન મૂલ્યાંકન ટીમ

-

-

 

અમારી શાળાની બાંધકામ મુલ્યાંકન ટીમ

-

-

અમારી શાળામાં હરીયાળીવાળો (ગ્રીન) વિસ્તાર

૧૦

 

 

અમારી શાળાના મકાન બાંધકામની વિગત

૨૫

 

અમારી શાળામાં વૃક્ષો દ્વારા ઘેરાયેલ જમીન

૨૦

 

 

અમારી શાળાના મકાનની પર્યાવરણલક્ષી કાર્યદક્ષતા

૪૫

 

અમારી શાળાની જમીનના ઉપયોગ કરવાની પધ્ધતિ

૧૫

 

 

અમારી શાળાનું મકાન સુરક્ષિત અને સલામત

૧૦

 

અમારી શાળામાં જૈવવિવિધતા

૩૫

 

 

અમારી શાળાની નિભાવ અને જાળવણી

૧૦

 

અમારી શાળાની જમીનનું સંરક્ષણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ

૧૦

 

 

શાળા અને તેની આસપાસના વિસ્તારમાં મકાન બાંધકામ, પર્યાવરણીય અનુકુલન, સુરક્ષીત, સલામત અને તેની જાળવણી અંગે જાગૃતિ લાવવા શાળા સમુદાય ધ્વારા કરેલ પહેલ

૧૦

 

શાળા અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ જમીનમાં હરીયાળી વિસ્તાર, જૈવ વિવિધતા, બાળ કેન્દ્બીય ઉપયોગ અને સંરક્ષણ અંગે જાગૃતી લાવવા શાળા સમુદાય ધ્વારા કરેલ પહેલ.

૧૦

 

 

કુલ

૧૦૦

 

 

કુલ

૧૦૦

 

Translate Site
Visitors : 3206394 Disclaimer