માહિતી
સમુદાયોને ગતિશીલ બનાવવા

પ્રકરણ – ૩ : સમુદાયોને ગતિશીલ બનાવવા

  • ૩.૦ : સમુદાયોને ગતિશીલ બનાવવા
    એસ.એસ.એ. હેઠળ, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી., પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેના રાજ્યના નિયમનોમાં સમુદાયની ભાગીદારી ઉભી કરે છે તે એક ચાવીરૂપ વ્યુહરચના રહેલ છે. વિવિધ યોજનાકીય પ્રયાસો માટે સમુહ આધારિત ટેકો મેળવવા માટે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઘણા સહભાગી માળખાંઓને ખુબ મોટી સફળતા સાથે અમલમાં મુકેલ છે.

     
  • ૩.૧ : ગતિશીલતા ઝુંબેશ
    સાર્વત્રિક નોંધણી પ્રાપ્ત કરવા માટે, સ્થાનિક સ્તરે સમુદાયની જાગરૂકતા માટે અને વાતાવરણ ઉભું કરવા માટે, ઝુંબેશની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. મે – જુન, ૨૦૦૭ માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવા માટે સ્થાનિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ યોગ્ય માધ્યમની સાથે છાપાં અને દ્ર્શ્ય – શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવેલ.

     

    વર્ષ દરમ્યાન, જીલ્લા, તાલુકા (બ્લોક) અને ક્લસ્ટર કક્ષાએ સમુદાયની ગતિશીલતા માટે નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ :

    • કઠપૂતળી, ભવાઈ, સનેડો અને તમાશા જેવા સ્થાનિય લોકપ્રિય લોક કલાઓના કાર્યક્રમો.

    • સ્થાનિક લોકપ્રિય મેળાઓમાં હાટ જેવી દુકાનોની રચના.

    • સ્થાનિક સમુદાય માટે ટી.એલ.એમ. પ્રદર્શન.

    • આદિજાતિ વિસ્તારમાં કન્યાઓની નોંધણી માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ.

    • કન્યાઓના શિક્ષણના પ્રોત્સાહન માટે મા-બેટી સંમેલનનું આયોજન.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 630564 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :20/8/2010
ડિસક્લેમર