મોડ્યુલ
વિશિષ્ટ કેન્દ્રિત જૂથો નું સમાવેશ

શાળા બહાર ના બાળકો માટે વ્યૂહરચના : દૂરદરાજ ના વસવાટો માં શિક્ષણ ની ખાતરી સાથે ની શાળાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓ માંના બાળકો અને શાળા બહાર ના બાળકો માટે વૈકલ્પિક તથા નવી રીત નું શિક્ષણ
શિક્ષણ ની ખાતરી કાર્યક્રમ અને વૈકલ્પિક તથા નવી રીત નું શિક્ષણ કાર્યક્રમ એ બન્ને સર્વ શિક્ષા અભિયાન માળખા ના અંગો છે. ઈજીએસ અને એઆઈઈ હેઠળ આપેલ જુદી જુદી માર્ગદર્શિકાઓ લાગૂ પડશે. ઈજીએસ અને એઆઈઈ ના અમલીકરણ માટે ના સંચાલન માળખા નું સમાવેશ સર્વ શિક્ષા અભિયાન માળખા માં કરવા માં આવશે. આયોજન, મૂલ્યાંકન અને નિરીક્ષણ પ્રક્રિયા પણ આવી જ રીતે હશે.

નવી યોજના માં વિવિધ વ્યૂહરચનાઓ માટે જોગવાઈ છે અને ઉદાર નાણાકીય પરિમિતિઓ છે. એમા વ્યાપક વિકલ્પો ની જોગવાઈ છે જેમ કે ઈજીએસ, શાળાએ પાછા ફરો ઝુંબેશ, બાલિકા શિબિરો વિગેરે. આમા ચાર મુખ્ય કેન્દ્રીય ક્ષેત્રો છે :

૧.દૂરદરાજ ના નાના વસવાટો માંટે પૂરા સમયની સામુદયિક શાળાઓ
૨.જુદા જુદા સમયાંતર વાળા સેતુ અભ્યાસક્રમો દ્વારા બાળકો ને મુખ્ય પ્રવાહ માં સમાવવું
૩.ખાસ સમુદાયો માટે વિશિષ્ટ વ્યૂહરચના જેમકે બાળ મજદૂરો, રસ્તે રખડતા બાળકો, કિશોર કન્યાઓ, અમુક પછાત વર્ગો ની કન્યાઓ, સ્થલાંતર કરતા પરિવારો ના બાળકો વિગેરે
૪.નવીન યોજનાઓ – શિક્ષણ શાસ્ત્ર ની પદ્ધત્તિઓમાં, અભ્યાસક્રમમાં, કાર્યક્રમ સંચાલનમાં ,પાઠ્યપુસ્તકોમાં અને ટીએલએમ વિગેરે જેવા ક્ષેત્રોમાં નવીનીકરણ થઈ શકે છે.

બધા વસવાટો જ્યાં એક કિલો મીટર ની હદ માં એક પણ પ્રાથમિક શાળા નથી અને શાળા જતા બાળકો ની સંખ્યા ઓછી છે ત્યાં ઈજીએસ પ્રકાર ની શાળાઓ શરુ કરી શકાય. જે બાળકો એ શાળા છોડી દીધી છે એમને સેતુ અભ્યાસ ની તક આપવા માં આવશે જેથી એમને મુખ્ય પ્રવાહ માં સમાવી શકાય. આનો હેતુ છે કે યુઈઈ ની શોધ માં ઈજીએસ અને એઆઈઈ અભિન્ન અંગ રહે . ઈજીએસ અને એઆઈઈ માટે સીઆરસી / બીઆરસી / ડીઆઈઈટી / એસસીઈઆરટી સાથે જોડાવું પડશે.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3025805 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :2/8/2010
ડિસક્લેમર