મોડ્યુલ
શાળા ની સગવડો માં સુધારો અને અન્ય બાંધકામો

શાળાની સગવડો માં સુધારા માટે ના કોઇ પણ બાંધકામ સાહસો માં જાહેર જનતા નો સહભાગ જ એક માત્ર સાધન હોવું જોઈએ. લોક ઝુંબેશ અને ડીપીઈપી હેઠળ જાહેર જનતા ના સહભાગ ના પ્રયોગો ઘણા રાજ્યો માં બહુજ પ્રેરક રહ્યા છે અને આવા પ્રયોગો આગળ પણ કરવા માં આવશે. સર્વ શિક્ષા અભિયાન શાળા ના મકાનો બાંધવા માટે સૌથી પહેલા ગ્રામીણ રોજગાર યોજના અને અન્ય વિકાસ ની યોજનાઓ હેઠળ સાધન સહાય એકત્ર કરવા પ્રયત્ન કરશે.

દરેક રાજ્ય એ સમારકામ માટે એક વ્યૂહ રચના બનાવવી જ જોઈએ. જો ગામ માં કોઇ રોકાણ પ્રસ્તાવિત હોય તો જાહેર જનતા એ શાળાઓ માં સગવડો જાળવી રખવા આગળ આવવું પડશે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ સમારકામ અને જાળવણી માટે જાહેર જનતા ને એક વાર્ષિક સહાય આપવા માટે વિચારવા માં આવ્યું છે. અધિકતમ મર્યાદા ખરી જરૂર અને જાહેર જનતા ની ફાળો આપવાની ઈચ્છા ઉપર આધરિત હશે. રકમ વીઈસી માં જમા કરવા માં આવશે. જાહેર જનતા નો સમાવેશ જરૂરી છે. શાળા ના આંતર માળખા ને સારી રીતે જળવી રાખવું પડશે. આ પ્રક્રિયા અપનાવવા થી લોક ઝુંબેશ યોજના ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. બાંધકામ ની 33% ની ઉપરી મર્યાદા ની ગણતરી માં ખર્ચ નું સમાવેશ નહી થશે.

મંજૂર થયેલ યથાર્થ યોજના માં બાંધકામ ને 33% થી વધારે ફાળવણી નહી મળે. વર્ષ 2010 સુધીના સમય માટે તૈયાર કરેલ યથાર્થ યોજના પ્રમાણે 33% ની ઉપરી મર્યાદા આખી યોજના પડતર માટે લાગૂ રહેશે. જોકે, કોઇ ખાસ વર્ષ ની યોજના નક્કી કરવા માટે, યોજના ના વિવિધ ઘટકો ને ફાળવેલ અગ્રિમતા ના આધારે બાંધકામો માટે વધારે જોગવાઈ કરી શકાય છે. જોકે કોઇ પણ વર્ષ ની વાર્ષિક યોજના માં કુલ યોજના ની 33% ઉપરી મર્યાદા ની અંદર રહી ને, બાંધકામો માટે વાર્ષિક યોજના ખર્ચ ના 50% સુધી ની જોગવાઈ માન્ય કરી શકાશે.

એવી ઘણી શાળાઓ છે જેને ફાળવેલ જાળવણી ભંડોળ માં મરામત નહી થઈ શકે. મોટા સમારકામો માટે વધારે ભંડોળ મેળવવા ની સુવિધા માટે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાંધકામ ઘટક વાર્ષિક 150 કરોડ સુધી ની મોટી મરામતો માન્ય રાખે છે જે અધિકૃત નિયમ નં. 7 (બ) માં ની નક્કી કરેલ શરતો ને આધીન છે.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3048872 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :6/8/2010
ડિસક્લેમર