મોડ્યુલ
સર્વ શિક્ષા અભિયાન નીચે આયોજન, કિમત અને ભંડોળનો પ્રવાહ

પ્રારંભિક પ્રવ્રુત્તિઓ
સર્વ શિક્ષા અભિયાન પ્રારંભિક પ્રવ્રુત્તિઓને વધારેમાં વધારે મહત્વ આપશે કે જેનાથી કાર્યક્રમના અમલીકરણની ગુણવત્તા માટે જરૂરી પરિસ્થિતિનો વિચાર કરવામાં આવશે. સમુદાયનું વ્યવસ્થિત એકત્રીકરણ અને નિર્ણયના ઘડતરનું વિકેન્દ્રીકરણના અસરકારક તંત્રની રચના પ્રારંભિક પ્રવ્રુત્તિઓનો ભાગ છે. ઘણાબધા રાજ્યોમાં પહેલેથી જ ઘણાં પગલાં લીધેલ છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં હજુ સુધી નગર શિક્ષણ સમિતિઓ / શહેરી સ્થાનિક વિભાગોને વિકેન્દ્રીકરણની સત્તાઓ આપવામાં નથી આવી તે સર્વ શિક્ષા અભિયાનના અમલીકરણની તૈયારીનો ભાગ બનશે.

કાર્યક્રમના અમલીકરણ દરમિયાન વધારે પ્રમાણમાં સોંપેલ કામગીરીનું સંચાલન કરવા માટે પૂરતી તૈયારી માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં વ્રુધ્ધિ કરવાની બાબત પ્રારંભિક તબક્કામાં સઅમલમાં મૂકવામાં આવશે. તેથી અસરકારક માહિતિ તંત્રની સ્થાપના પર ભાર મુકવામાં આવશે આ ઉપરાંત ઓફિસના મુખ્ય સાધનોનું માળખુ અને કોમ્પ્યુટર હાર્ડવેર. હાર્ડવેરના ભાગો કરતાં વધારે અગત્યની જરૂરીયાત દરેક સ્તરે સામુદાયિક નેતાઓની દરમિયાનગીરી અને પ્રવર્તમાન સરકારલક્ષી કામગીરીઓ અને તેમની પ્રવ્રુત્તિઓને વધારે અસ્રરકારક રીતે કરવામાં મદદ કરવાની છે. વધારાના માનવબળની આકારણીની આવશ્યકતા આ સમય ગાળા દરમિયાન પડશે. અસરકારક એમ.આઇ.એસ.ની સ્થાપના પર પ્રકાશ પાડવા માટે માહિતિ સમીક્ષા અને માહિતિ દાખલ કરનાર કર્મચારીઓ કે જેઓ મોટાભાગની બિન ડી.પી.ઇ.પી. જીલ્લાઓમાં ઉપલબ્ધ નથી સાથે કરાર આધારીત નિયુક્તિઓ પર ભાર મૂકવો. તે જ રીતે લિંગ આધારીત તજજ્ઞોની નિયુક્તિ આવશ્યકતા મુજબ ક્ષતિગ્રસ્ત બાળકો, અન્ય બિનફાયદાકારક સમૂહો, અન્ય દિવાની કાર્યો, શિક્ષણ શાસ્ત્ર અને સામુદાયિક એકત્રીકરણ અને આયોજન વિશેષ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં દાખલ કરવામાં આવશે.

પ્રારંભિક તબક્કામાં રહેણાંક કક્ષાએ લઘુ સંસ્કરણ અને શાળાઓના નક્શાઓ માટે શિક્ષા યોજનાઓની તૈયારી અસ્રરકારક સામુદાયિક એકત્રીકરણ દ્વારા કરવી એ એક મોટી કસોટી છે. સર્વ શિક્ષા અભિયાનનું સ્પષ્ટ ધ્યેય પ્રાથમિક શિક્ષાનું સાર્વત્રિકરણ કરવાનું છે. 0 થી 14 વર્ષની વયના દરેકે દરેક બાળકોની પ્રગતિ માટે રસ્તો બનાવવો આદેશાત્મક રહેશે. ઘર ઘરના સર્વે પરથી નગર શિક્ષણની નોંધ તૈયાર કરવામાં આવી છે, રાખવામાં આવેલ નોંધપોથીઓ અને વિદ્યાર્થીઓનું પ્રગતિપત્રકનો વિકાસ એ પ્રારંભિક અવસ્થામાં તેના પોતાનામાં જ વિકાસ કરશે. તે પંચાયતી રાજ્યની સંસ્થાઓ, નગર શિક્ષણ સમિતિન સભ્યો, શાળા સંચાલન સમિતિઓ, મા-બાપ, શિક્ષકોનું મંડળ વગેરે.ની ક્ષમતા વિકાસ પર ભાર મૂકવામાં કહેવામાં આવશે. પ્રારંભિક તબક્કો કેટલીક સમિતિઓના બંધારણ /સંચાલન પર આધારીત પ્રવ્રુત્તિઓની કામગીરી અને વ્યવસ્થિત શાળાના સંચાલન માટે સામુદાયિક નેતાઓની તાલિમ ઉપલબ્ધ કરશે. સ્થાનિક સમુદાયોની ક્ષમતા વિકાસ માટે શાળા અને શિક્ષકોની સતત દરમિયાનગીરીની આવશ્યકતા રહેશે. આ માટે પ્રારંભિક તબક્કામાંજ વધારે પ્રમાણમાં થતી શાળા આધારીત પ્રવ્રુત્તિઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3025804 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :31/7/2010
ડિસક્લેમર