મોડ્યુલ
પ્રારંભિક શિક્ષણ માં ગુણવત્તા ના મુદ્દાઓ‍

શિક્ષણ શાસ્ત્ર, શિક્ષક તાલીમ અને ગુણવત્તા માં સુધારા માટે ક્ષમતા નો વિકાસ

શિક્ષણ વિશે ગાંધીજી ના શબ્દો
ખરું શિક્ષણ એ છે જે ભણનાર છોકરાઓ તથા છોકરિઓ ના ઉત્તમ ગુણો બહાર લાવી શકે. વિદ્યાર્થિઓ ના મગજ માં બિન જરૂરી અને અવ્યવસ્થિત માહિતી ભરવા થી આ કદાપી નહીં કરી શકાય. એમના માંની મૂળ કૃતિ ભીંસાઈ ને મૃત બોજો બની જાય છે અને એ લોકો યંત્ર માં બદલાઈ જાય છે. મહાત્મા ગાંધી (હરિજન 1 ડીસેમ્બર, 1933).


રાષ્ટ્રીય નીતિ નું વિઘટન
1992 માં સુધારેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષણ ના જરૂરી સ્તરો સિદ્ધ કરવા માટે શિક્ષણ ની ગુણવત્તામાં બંધારણીય સુધારા ની જરૂર ઉપર જોર મૂકવૂં જોઈએ. 1992 ની કાર્ય યોજના માં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તર પર ઓછા માં ઓછા શિક્ષણ ની જરૂર પર ભાર મૂકવા માં આવ્યું છે. જ્ઞાતિ, ધર્મ, સ્થાન અથવા જાતિ માં ભેદભાવ વગર બધા બાળકો માટે તુલનાત્મક ધોરણ નું શિક્ષણ પૂરૂં પાડવા ની મૂળભૂત બાબત માં થી આ જરૂરિયાત બહાર આવી છે. પ્રારંભિક શિક્ષણ ની ગુણવત્તા સુધારવા માટે ની એમએલએલ વ્યૂહરચના ગુણવત્તા ની સાથે સાથે સમાનતા જોડવા નું પ્રયાસ માનવા માં આવે છે.

પ્રારંભિક શિક્ષણ ની ગુણવત્તા નું મુખ્ય સૂચક એની કૃતિ - શેક્ષણિક અને સહ શેક્ષણિક બન્ને ક્ષેત્રો માં શીખનાર ની સિદ્ધિઓના રૂપમાં જોઈ શકાય છે એટલેકે ભણતરના વિવિધ વિષયો અને ટેવો, મનોવૃત્તિઓ, મૂલ્યો અને સારા નાગરિક બનવા માટે ની જરૂરી જીવન શૈલી. આ બધા ક્ષેત્રો માં સફળતા થી જોડાયેલા પરિબળો, જે શિક્ષણ અને શિક્ષણ ના વાતાવરણ ની શરતો ને સંબંધિત છે, પણ ઘણીવાર પ્રારંભિક શિક્ષણ ની ગુણવત્તા ના મુખ્ય સૂચક તરીકે ગણવા માં આવે છે. આવી રીતે હેતુ પ્રમાણે ગુણવત્તા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માહિતી અને પ્રક્રિયા માં ગુણવત્તા હોવી જરૂરી બની જાય છે.

પ્રારંભિક શિક્ષણ માં ગુણવત્તા ના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા થી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ના બધા પ્રયત્નો ને ટેકો મળે છે અને જેમ જેમ યોજના આગળ વધશે એ વધીને આધારભૂમી બની જશે. યોજના ની અંદર એક પારદર્શક પરિણામ દિશા સૂચન હોય છે, તે એક સમજૂતી પાડે છે કે વધારા ના શિક્ષકો, તાલીમ યોજનાઓ, પાઠ્યપુસ્તકો વિગેરે જેવી જુદી જુદી જાત ની સવલતો વર્ગ વ્યવહાર ની ગુણવત્તા માં સુધારા, શેક્ષણિક અભ્યાસ અને બાળકો ના શિક્ષણ ના વાસ્તવિક દ્રશ્યમાન પરિણામો માં પરિણમવી જોઈએ. સર્વ શિક્ષા અભિયાન માં એવા ઘણા લક્ષણો નો સમાવેશ છે જે પ્રારંભિક શિક્ષણ ની ગુણવત્તા માં સુધારો માગે છે, (અ) વર્ગ વ્યવહાર ની ગુણવત્તા માં સુધારા કરવા પાયા ની તજવીજ કરવી; (બ) ગુણવત્તા માં સુધારા ની કામગિરી કરવા માટે રાજ્ય ની ક્ષમતા મોટે પાયે બાંધવી; અને (ક) ગુણવત્તા ને લગતી પ્રક્રિયા નું મૂલ્યાંકન અને શેક્ષણિક પરિણામો ની આકરણી.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3025806 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :2/8/2010
ડિસક્લેમર