મોડ્યુલ
સર્વ શિક્ષા અભિયાન

સર્વ શિક્ષા અભિયાન સમુદાયની માલિકીની શાળા તંત્ર દ્વારા પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ કરવા માટેનો પ્રયત્ન કરશે. તેથી આખા દેશમાં પાયાના શિક્ષણની ગુણવત્તાની માંગને ટેકો મળશે. એસ.એસ.એ કાર્યક્રમ મિશન પ્રમાણે સમુદાય આધારીત ગુણવત્તા યુક્ત શિક્ષણ દ્વારા દરેક બાળકોને માનવીય ક્ષમતાઓ અંગેના સુધારા માટેની સિધ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયત્ન પણ કરશે.

સર્વ શિક્ષા અભિયાન શું છે?

  • સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ માટે સમયના ચોકકસ માળખા સાથેનો કાર્યક્રમ.
  • સંપૂર્ણ દેશમાં પાયાના શિક્ષણની ગુણવત્તા માટેની માંગેને ટેકો આપવો.
  • પાયાના શિક્ષણ દ્વારા સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાની તક.
  • પ્રાથમિક શાળાઓના સંચાલનમાં પંચાયતી રાજ સંસ્થાઓની અસરકારક દરમિયાનગીરીના પ્રયત્ન, શાળા સંચાલન સમિતિ, નગર અને શહેરી ગીચ વિસ્તારની શાળા સમિતિઓ, મા-બાપ -શિક્ષક્નું મંડળ, આદિ જાતિ સ્વાયત્ત સમિતિઓ અને અન્ય સામાન્ય લોક આધારિત સ્તરના માળખાઓ.
  • દેશમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની રજૂઆત માટેની રાજકિય ઇચ્છા.
  • રાષ્ટ્રિય, રાજ્ય અને સ્થાનિક સરકાર વચ્ચેની ભાગીદારી
  • રાજ્યો માટે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે તેમની પોતાની દ્રષ્ટિનો વિકાસ કરવાની તક.


સર્વ શિક્ષા અભિયાનના લક્ષ્યાંકો
સર્વ શિક્ષા અભિયાન 2010 સુધીમાં 6થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને ઉપયોગી અને સુસંગત પ્રાથમિક શિક્ષણ આપશે. સામાજિક, ધાર્મિક અને લિંગ ભેદ વચ્ચે શાળાઓના સંચાલનમાં સમુદાયની સક્રિય ભાગીદારી સહિત સેતુરૂપ બનવાનું બીજુ પણ લક્ષ્ય છે.

ઉપયોગી અને સુસંગત શિક્ષણ એ પ્રકારના શૈક્ષણિક તંત્ર માટેની શોધ બતાવે છે કે તે વિમુખ થઇ ગયું નથી અને તે સમુદાયની એકતા જાળવી રાખે છે. તેનું લક્ષ્ય બાળકોને તેમના પ્રક્રુતિ મુજબના વાતાવરણમાં શીખવવાનું અને આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને પ્રકારની સંપૂર્ણ માનવીય સમર્થતાને મંજૂરી આપવાની રીતની વિશેષતાના સ્વામી બનાવવાનું લક્ષ્ય છે. આ શોધ મૂલ્ય આધારીત અધ્યયનની પ્રક્રિયા બનશે કે જે બાળકોને વધારે પ્રમાણમાં સ્વાર્થી બનવા કરતાં એકબીજાના ભલા માટે કાર્ય કરવાની તક આપે તે પ્રકારે ઘડશે.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3025828 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :31/7/2010
ડિસક્લેમર