પરીયોજનાઓ

જ્ઞાનકુંજ

"જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ


ડિજીટલ ઈન્ડિયાના સ્વપ્નદ્રષ્ટાની પ્રેરણા થકી ગુજરાત સરકારની ડિજીટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ અન્વયે "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટનો પમી સપ્ટેમ્બર, ર૦૧૭ - શિક્ષક દિનથી માન.મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે. રાજ્યની ૧૬૦૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ૩૧૭૩ વર્ગખંડોમાં ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ e-ક્લાસ વિકસાવવામાં આવેલ છે. જેનો લાભ ધો.પ થી ૮ના કુલ ર.૮૫ લાખ બાળકો લઇ રહ્યાં છે.

જ્ઞાનકુંજ મોડલ શું છે?

ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃધ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિઝિટલાઇઝેશન કાર્યક્રમ છે. જે અંતર્ગત બોર્ડને ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડમાં રૂપાંતરિત કરી શીખવા-શીખવાવાની પ્રક્રિયા અને મુલ્યાંકનને સુદ્રઢ બનાવવામાં આવે છે.જે અંતર્ગત,

 • શાળા કક્ષાએ ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ e-ક્લાસ
 • રાજ્યની ૧૬૦૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ૩૧૭૩ વર્ગખંડોમાં પ્રોજક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની સુવિધા
 • ભાર વિનાના ભણતર માટે ૧૦૦ શાળાઓના ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦,૦૦૦ ટેબ્લેટ
 • ધોરણ પ થી ૮ ના તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ
 • ટેક્નોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી
 • હેતુ:

 • શિક્ષક-વિદ્યાર્થીઓની શીખવા શીખવવાની પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટિનો વધારો કરવો
 • ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવી
 • અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવી
 • જ્ઞાનકુંજ મોડલની વર્ગખંડમાં સહાયક સામગ્રી:

 • Projector
 • IR Camera
 • Laptop
 • Speaker
 • White board
 • Wi-Fi Router
 • ઇ-કન્ટેન્ટ અને ઓનલાઇન રીસોર્સથી શિક્ષણ કાર્યઃ

  જ્ઞાનકુંજ વર્ગખંડમાં ટેક્નોલોજીના વિવિધ સાધનો અને ઇ-કન્ટેન્ટના ઉપયોગથી વર્ગખંડ કાર્ય, બાળકોનું મુલ્યાંકન તેમજ ઇન્ટરનેટથી ઓપનસોર્સ રીસોર્સીસ - ફ્રી કન્ટેન્ટના ઉપયોગથી શિક્ષણના વૈશ્વિક તરાહો પર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

  આ ઇ-કન્ટેન્ટમાં ઇમેજ, વિડીયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ, ડેમોન્સ્ટ્રેશન, પ્રવૃત્તિઓ અને સ્વ-અધ્યયન, મુલ્યાંકન અને સંદર્ભ સાહિત્ય જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં, પરંપરાગત શિક્ષણ પધ્ધતિ મુજબ વાંચન, લેખન અને સમજણયુક્ત જ્ઞાન પર પુરતો ભાર મુકવામાં આવેલ છે. જે અંતર્ગત 52 પાઠ્યપુસ્તકોના ૪પ૦થી વધારે પાઠો, ૩,૦૦૦થી વધારે એનિમેટેડ વિડીયો, ૩,૦૦૦થી વધારે ઇન્ટરેક્ટિવ એનિમેશન, વિવિધ મુદ્દાઓ પર ૧,૦૦૦થી વધુ ગેમ્સ, વિજ્ઞાન વિષય માટે વર્ચ્યુઅલ લેબ અને પ૦,૦૦૦થી વધુ પ્રશ્નો સાથેની પ્રશ્ન બેંકનો સમાવેશ થાય છે. ઉપરાંત, રાજ્ય વ્યાપી દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ e-Class અંતર્ગત આ ઇ-કન્ટેન્ટને વિડીયોમાં રૂપાંતરિત કરી BISAG ની મદદથી નવી શરૂ થયેલ શૈક્ષણિક ચેનલો "વંદે ગુજરાત" પર નવેમ્બર-ર૦૧૬થી Direct to Home (DTH) માધ્યમથી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. જે YouTube Channel "Gujarat e-Class" પરથી ડાઉનલોડ કરી શકાય છે: https://www.youtube.com/channel/UCj_MbJEpkmF6FNXPjyZVI0A/videos

  "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦ શાળાઓ ખાતે ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓને શાળા દીઠ ૧૦૦ પ્રમાણે કુલ ૧૦,૦૦૦ ટેબ્લેટ પુરા પાડવામાં આવ્યાં છે. દરેક ટેબ્લેટમાં પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે તેમજ નેશનલ ડિજીટલ લાયબ્રેરી, ઇંગ્લીશ ગ્રામર માસ્ટર, Hello English, English Gujarati Dictionary, Type it, ByJUS (English Version), Khan Academy (English Version) અને QR Code Reader જેવી એપ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જે બાળકોને ઇન્ટરેક્ટિવ વર્ગખંડમાં વિષયવસ્તુના દ્રઢિકરણ માટે સ્વ-શિક્ષણની તકો પુરી પાડે છે. ભાર વિનાના ભણતરના નવતર અભિગમ સાથે ટેબ્લેટની મદદથી બાળકો PDF સ્વરૂપે પાઠ્યપુસ્તક તેમજ વિવિધ શૈક્ષણિક એપના ઉપયોગથી રસપુર્વક અભ્યાસ કરી રહ્યાં છે.

  શિક્ષક તાલીમ અને હેન્ડ હોલ્ડિંગઃ

  અમલીકરણ પહેલાઃ કુલ ૩૮૦૦થી વધુ શિક્ષકો માટે તબક્કાવાર ત્રણ ઓરિએન્ટેશન કાર્યક્રમ તા.૧પ/૦૪/ર૦૧૭, તા.ર૦/૦૬/ર૦૧૭ અને તા.ર૧/૦૬/ર૦૧૭

  અમલીકરણ બાદઃકુલ ૩૧૭૩ શિક્ષકોને તબક્કાવાર બે તબક્કામાં અનુક્રમે તા. ર૬ થી ર૮ સપ્ટેમ્બર ર૦૧૭ અને તા. રર થી ર૪ નવેમ્બર ર૦૧૭ દરમ્યાન ૧૭૭ તાલીમ સ્થળોએ ર૦ શિક્ષકોની બેચમાં બેચવાર પ્રેક્ટિકલ તાલીમ

  શાળા કક્ષાએ માર્ગદર્શન, ઉપયોગ અને મોનિટરીંગ:

  સમગ્ર પ્રોજેકટના સફળ અમલીકરણ માટે વેબ બેઝ્ડ એપ્લીકેશન (www.gyankunj.org) અને મોબાઇલ એપ તૈયાર કરવામાં આવેલ છે. જે Google Play Store પરથી ઇન્સ્ટોલ કરી શકાય છે. જેમાં શાળા કક્ષાએથી મુખ્ય શિક્ષકશ્રી / વર્ગખંડના નોડલ શિક્ષકશ્રી હાર્ડવેર/સોફટરવેરની લગતી સમસ્યાઓ માટે ઓનલાઇન કમ્પલેઇન કરે છે. જે અંતર્ગત શાળા કક્ષાએથી પ્રોજેક્ટને લગતી અપડેટ કરવામાં આવતી વિગતોને આધારે તમામ કક્ષાએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની Real-time પ્રગતિ જાણી શકાય છે.

  પ્રોજેક્ટ અંગે શિક્ષક પ્રતિભાવ:

  જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ અંગે શિક્ષકોના પ્રતિભાવ Google Formના માધ્યમથી આમંત્રિત કરવામાં આવેલ. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧રર૪ શિક્ષકોએ પોતાના પ્રતિભાવ રજૂ કરેલ છે. શિક્ષકોના મળેલ પ્રતિભાવો મુજબ "જ્ઞાનકુંજ" મોડલની સમગ્ર સંકલ્પના (Concept) ૭૩.૯% શિક્ષકોને ઉત્તમ (Excellent) લાગી છે અને ૨૪.૭% શિક્ષકોને સારી લાગી છે. જ્યારે ૬૮.૬% શિક્ષકોએ "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ મોડલની શિક્ષણ પધ્ધતિને ઉત્તમ અને ૨૪.૭% શિક્ષકોએ સારી કહી બિરદાવી છે.

  પ્રોજેક્ટ અમલીકરણનું Impact Assessment:

  પ્રોજેક્ટની અસરકારકતા જાણવા માટે તા.૦૬-૦૭ ફેબ્રુઆરી, ર૦૧૮ દરમ્યાન સ્ટેસ્ટિકલ બ્યુરો દ્વારા સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના નિર્દેશ મુજબ સર્વે કરવામાં આવેલ છે. આ થર્ડ પાર્ટી મૂલ્યાંકન અભ્યાસ શાળા મુલાકાત કરી મૂલ્યાંકન અભ્યાસ માટે ખાસ ડિઝાઇન કરેલ પ્રશ્નાવલી (સર્વે ફોર્મ) પર મળેલ પ્રત્ત્યુત્તરના આધારે થયેલ છે. સર્વેના પરિણામો મુજબ બિન-લાભાર્થી બાળકો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જો તેમના વર્ગખંડમાં ફાળવવામાં આવે તો તેઓ જ્ઞાનકુંજ પ્રોજક્ટની મદદથી ભણવા માટે ઉત્સુક છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે ૧૦૦% બાળકો જ્ઞાનકુંજ સુવિધાથી ભણવવામાં આવેલ દરેક એકમ સમજી શકે છે અને તેમને ઓડિયો-વિઝયુલ માધ્યમથી ભણવું ખુબ ગમે છે. વધુમાં, અભ્યાસ અંતર્ગત ૧૦૦% બાળકોના વાલીઓએ એ વાતનો સ્વીકાર કરેલ છે કે તેમનું બાળક શાળાએ જવા ઉત્સાહિત હોય છે અને આ પધ્ધતિથી તેમના બાળકને ફાયદો થયેલ છે.

  ***

  વપરાશકર્તાઓ : 3210792 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
  છેલ્લા સુધારાની તારીખ :26/2/2020
  ડિસક્લેમર