પરીયોજનાઓ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)
આ યોજનાના મુખ્ય અંશો નીચે મુજબ છે

.આવાસીય શાળાઓ એવી જ્ગ્યાએ ઉભી કરવામાંઆવશે કે જ્યાં પ્રાથમિક કક્ષાએ અભ્યાસ કરવા માટે મુખ્યત્વે ઓછામાં ઓછી ૫૦ કન્યાઓ આદિ જાતિ, જન જાતિ, અને અન્ય પછાત જાતિમાંથી મળી રહે. યોગ્ય કન્યાઓ મળી રહે તો આ સંખ્યા ૫૦ કરતાં વધી પણ શકે છે. આ પ્રકારની શાળાઓનો પરિચય અને સુધારેલ નાણાકીય ધોરણો નીચે મુજબ છે. પરિશિસ્ટ -૧ (અ), (બ), & (ક). સુધારેલ નાણાકિય ધોરણોનો નવા કે.જી.બી.વી માં ૧ લી એપ્રિલ. ૨૦૦૮થી સમાવેશ કરવામાં આવ્યો છે.ફ્કત સુધારેલ પુનરાવર્તીત અનુદાનનો સમાવેશ કરવાની પરવાનગી ચાલુ ૨૧૮૦ કે.જી.બી.વી.માં માર્ચ ૨૦૦૭ સુધીમાં આપવામાં આવી છે કે જે ૧ લી એપ્રિલ ૨૦૦૮ સુધીમાં અસરકારક થશે.
.આ બધી શાળાઓને આવશ્યક આંતરમાળખુ આપવું.
.અભ્યાસ કરવાની અને અભ્યાસ કરાવવાની આવશ્યક સામગ્રી અને સહાય કરવી અને મોકલવી.
.આવશ્યક શૈક્ષણિક સહકાર અને મૂલ્યાંકન તથા સલાહ-સુચન આપવા માટે યોગ્ય પધ્ધતિ રાખવી.
.કન્યાઓ અને તેમના કુટુંબીજનોને આવાસીય શાળાએ મોકલવા માટે તૈયાર કરવા માટે ઉત્તેજીત કરવા.
.પ્રાથમિક સ્તરે થોડી મોટી વયની કન્યાઓ કે જેઓએ શાળા છોડી દીધી છે અને પ્રાથમિક કક્ષાનો (૧૦+) અભ્યાસ પુરો કરી નથી તેમના પર ભાર મુકવો. જો કે દુર્ગમ વિસ્તારમાં ( સ્થળાંતરીત વસાહત, છુટી-છવાઇ વસાહત કે જે પ્રાથમિક/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે યોગ્ય નથી) નાની કન્યાઓ પણ લક્ષ્યાંક બની શકે છે.
.ઉચ્ચ પ્રાથમિક સ્તરે કન્યાઓ પર ભાર મુકવો ખાસ કરીને કિશોરીઓ કે જે શાળાએ નિયમિત જઇ શકતી નથી.
.યોજનાના લક્ષ્યોકાંનું અવલોકન કરીએ તો આદિ જાતિ, જન જાતિ અને અન્ય પછાત જાતિ તેમજ લઘુમતિ જાતિમાંથી ૭૫ % કન્યાઓની આ પ્રકારની આવાસિય શાળાઓમાં નાંધણી કરાવવા માટે પ્રાથમિક્તા રહી છે અને ત્યારબાદ ફ્ક્ત ૨૫ % કન્યાઓ ગરીબી રેખાની નીચેના કુટુંબમાંથી આવેલ હતી.
.આ શાળાઓ ચલાવવા માટે જ્યાં શક્ય હશે ત્યાં સ્થાપિત બિન સરકારી સંસ્થાઓ અને અન્ય બિન લાભદાયક સંસ્થાઓ પણ સામેલ થશે. આ આવાસીય શાળાઓને જૂથ સમુહ દ્વારા પણ દત્તક લેવામાં આવશે. આ બાબતમાં અલગથી માર્ગદર્શન આપવામાં આવશે..


પાછળ જુઓઆગળ જુઓ
વપરાશકર્તાઓ : 2975669 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :23/5/2012
ડિસક્લેમર