પરીયોજનાઓ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)
અમલ, નિયંત્રણ અને મુલ્યાંકન

.આ યોજનાનું અમલીકરણ રાજ્ય સરકાર એમ.એસ. રાજ્યોમાં મહિલા સામખ્ય (એમ.એસ.) સમાજ દ્વારા અને અન્ય રાજ્યોમાં એસ.એસ.એ. સમાજ દ્વારા કરશે. રાજય એસ.એસ.એ. સમાજ એસ.એસ.એ નમુના દીઠ ફાળો આપશે. એસ.એસ.એ સમાજમાં પ્રાથમિક સ્તરે કન્યા કેળવણી માટેના રાજકિય કાર્યક્રમ અંગે રાજ્ય અને જિલ્લા સ્તરે સલાહ-સુચન અને મૂલ્યાંકન એમ.એસ. રાજ્ય સ્ત્રોત કેન્દ્ર અને એમ.એસ. રાજ્ય ના હોય તેવા રાજ્યોમાં નીમેલી સમિતિ દ્વારા કરવામાં આવશે.
.આવાસિય શાળાઓમાં શિક્ષકો અને કાર્યકારી જૂથની તાલિમ માટે જિલ્લાની શૈક્ષણિક તાલિમની સંસ્થાઓ, સ્ત્રોત વિભાગ અને મહિલા સામખ્ય સ્ત્રોત જૂથનો સહકાર લેવામાં આવશે.

રાજ્ય સહાયકારી જૂથ

એન.પી.ઇ.જી.ઇ.એલ. યોજના હેઠળ મંજૂર થયેલી રાજ્ય સ્તરની સલાહ સંકલન સમિતિ આ કાર્યક્રમને દિશા અને આધાર પુરો પાડશે.આ જૂથ રાજ્ય સરકારના વિભાગો, ભારત સરકાર, કન્યા કેળવણી ક્ષેત્રના નિષ્ણાત, કેળવણીકારો, વગેરેને સંલગ્ન સભ્યો નીમશે. શાળાના યોગ્ય નમુના અને સ્થળની પસંદગી આ સમિતિ એન.પી.ઇ.જી.ઇ.એલ.દ્વારા અમલમાં આવેલી જિલ્લા સમિતિની ભલામણના આધારે અને નવી આયોજીત યોજનાના આધારે કરવામાં આવશે.

રાષ્ટ્રિય સહાયકારી જૂથ

.રાષ્ટ્રિય સ્તરે રાષ્ટ્રીય સ્ત્રોત સમુહ (એન.આર. જી)ની રચના મહિલા સામખ્ય કાર્યક્રમ હેઠળ થઈ છે જે તે વિષયના મુદ્દાઓને અને કાર્યક્રમ સબંધીત બાબતોની માહિતિ પૂરી પાડે છે તેમ જ કન્યા કેળવણીને લગતી નીતિવિષયક બાબતો માટે સલાહ જી.ઓ. આઇ આપે છે. આ જૂથ સંશોધન અને તાલિમ સંસ્થાઓ, મહિલા ચળવળો, શિક્ષણ અને બિન સરકારી સંસ્થાઓમાં દરમ્યાનગીરી કરીને તેમ જ કન્યા કેળવણીના અન્ય અનુભવો કામે લગાવે છે.
.એન.આર.જી.દ્વારા ઓછી સંખ્યામાં વ્યક્તિઓ અને વર્ષમાં બે થી ત્રણ વખત બેઠકનું આયોજન, નાનામાં નાની ઉપસમિતિઓની રચના એન.આર.જી. વિશેષ કાર્યો માટે કરે છે જેમ કે શિક્ષકોની લિંગ આધારિત તાલિમ ,લિંગ આધારિત અભ્યાસ સામગ્રીનો વિકાસ, દ્રશ્ય સ્રાવ્ય કાર્યક્રમોનો વિકાસ વગેરેનો ઉપયોગ સંલગ્ન સંસ્થાની ખાસ વ્યક્તિઓ અને આ હેતુ માટેના નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે.
પાછળ જુઓઆગળ જુઓ
વપરાશકર્તાઓ : 2975681 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :23/5/2012
ડિસક્લેમર