પરીયોજનાઓ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)
કાર્યપધ્ધતિ

.મોટી સંખ્યામાં કન્યાઓ અને તેમને આપવામાં આવેલ આવાસિય શાળાઓના પ્રકાર ઉપર આધારીત છે. આ હેતુ માટે જીલ્લા સમિતિની ભલામણને આધારે રચવામાં આવેલી રાજ્ય સ્તરની સમિતિ દ્વારા પસંદગી પામેલ શાળાના નમૂનાની પસંદગી કરવામાં આવી છે. આ દરખાસ્તને આવશ્યકતા મુજબ રાષ્ટ્રિય સ્તરના જૂથમાં રવાના કરવામાં આવે છે કે જે વધારાની એજંન્સીઓ / પરામર્ષકોની મદદ લે છે. અંતે એસ.એસ.એનું યોજના મંજૂર કરનાર મંડળ આ યોજનાને મંજૂરી આપશે.

કે.જી.બી.વી હેઠળ નાણાકિય ધોરણો

.કેન્દ્ર સરકારની અને રાજ્યોની/ કેન્દ્રશાસિત પ્રદેશોની કે.જી.બી.વી. યોજનાનુ નિધિયન માળખુ સર્વશિક્ષા અભિયાનના માળખા સમાન રહેશે કે જે એસ.એસ.એ.ના ભાગ સાથે ૧ લી એપ્રિલ ૨૦૦૭થી અસરકારક બનશે.
.કે.જી.બી.વી. માટેની જોગવાઇઓનો સમાવેશ પહેલેથીજ એસ.એસ.એ.ના અન્ય ભાગો અને એન.પી.ઇ.જી.ઇ.એલ. માટેની જોગવાઇ હેઠળ કરવામાં આવી છે. એસ.એસ.એ. સોસાયટી કે.જી.બી.વીનો સમાવેશ એન.પી.ઇ.જી.ઇ.એલ અને મહિલા સામખ્ય કાર્યક્રમમાં કરવાની ખાતરી આપે છે. તે ફાળાનું યોગ્ય સ્થાને રોકાણ તેમજ પ્રવ્રુતિઓની નકલ નહી કરવાની ખાતરી આપે છે.
.ભારત સરકાર એસ.એસ.એ. રાજ્ય અમલીકરણ સોસાયટીને માટે તરત જ ફાળો જાહેર કરે છે.રાજ્ય સરકાર પણ રાજ્ય અમલીકરણ સોસાયટીની આ બાબતની ભાગીદારી કરે છે. આવશ્યકતા મુજબ મહિલા સામખ્ય સમાજ પણ ફાળો જાહેર કરે છે. જે રાજયોમાં એમ.એસ.નું અમલીકરણ નથી થતું ત્યાં એસ.એસ.એ સમાજના ‘જેન્ડર યુનીટ’ દ્વારા એસ.એસ.એ.ના અમલીકરણની પ્રવર્તમાન પધ્ધતીને અનુરુપ અમલીકરણ થશે.
.રાજ્ય સરકાર કે.જી.બી.વી.ના ફાળાની વ્યવસ્થા માટે અલગથી બચતખાતું ખોલશે.રાજ્ય સરકાર અલગ અંદાજપત્ર દ્વારા રાજ્ય એસ.એસ.એ. સોસયટીને અનુરુપ શેર બહાર પાડશે. સ્વતંત્ર ખાતાઓનું નિયંત્રણ જીલ્લા અને ઉપ જીલ્લાના માળખા પ્રમાણે કરવામાં આવશે..
પાછળ જુઓઆગળ જુઓ
વપરાશકર્તાઓ : 2975697 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :30/7/2010
ડિસક્લેમર