પરીયોજનાઓ
ભણતરની બાંયેધરીનો કાર્યક્રમ (એલ. જી. પી.)

ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લાઓમાં ભણતરની બાંયેધરીનો કાર્યક્રમ સર્વ શીક્ષા અભીયાનના ધ્યેય હેઠળ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, બેંગલોર સાથે મળીને પ્રાયોગીક ધોરણે આયોજીત કરવામાં આવેલ છે. બંન્ને જીલ્લાઓમાંથી કુલ ૪૬૨૩ શાળાઓ છે. આમાંથી ૫૦૦ શાળાઓ સ્વૈચ્છિક પણે આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આનું આયોજન બંન્ને જીલ્લાઓમાં ૧ થી ૪ ધોરણ સુધીના વર્ગો વાળી શાળાઓ માટે સ્વૈચ્છિક કાર્યક્રમ તરીકે કરાયું છે. આયોજીત તબક્કો ૨૦૦૮ સુધી બે વર્ષ માટે આયોજીત કરવામાં આવેલ છે.

ભણતરની બાંયેધરીનો કાર્યક્રમના પ્રાથમિક હેતુ આ પ્રમાણે છે :

 • સરકારી શાળાઓમાં ભણતાં બાળકોના ભણતરના નિષ્કર્ષની મુલ્યાંકન દ્વારા આકારણી કરવી જે સમજશક્તિ, વિશ્લેષણ અને જ્ઞાનને લાગુ પાડવા વિરૂદ્ધ પરંપરાગત સ્મરણશક્તિ અથવા ગોખણપટ્ટી આધારીત ભણતરને ચકાસે છે.
 • શાળાઓને ભણતરના નિષ્કર્ષની વિગતવાર માહિતી પુરી પાડવી કે જે શાળાઓને અને શીક્ષણ કર્મચારીઓને સુસંગત દરમ્યાનગીરી અને વર્ગ પ્રક્રિયામાં બદલાવની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
 • શાળાઓ, શિક્ષકો અને શિક્ષણ કર્મચારીઓ વચ્ચે બાળકોના ભણતરના નિષ્કર્ષની જવાબદારી નક્કિ કરવી.
 • રાજ્ય સરકારને પરીક્ષા પદ્ધતિમાં સુધારા જેવા વિષયો ઉપર ધ્યાન આપવા માટે પ્રેરણા આપવી જે સમજશક્તિ, વિશ્લેષણ અને જ્ઞાનને લાગુ પાડવાનું મુલ્યાંકન ઉપર કેન્દ્રિત કરે અને તે દ્વારા શિક્ષણ ભણતરની પ્રક્રિયામાં સુધારા લાગુ પાડી શકાય.


કાર્યક્રમના મૂળ તત્ત્વો

 • શાળાઓની સ્વૈચ્છિક ભાગીદારી એ ઉત્તરદાયિત્વનો સંકેત છે.
 • સમજશક્તિ અને જ્ઞાનને લાગુ પાડવા વિરૂદ્ધ પરંપરાગત ગોખણપટ્ટી / યાદશક્તિ આધારીત પરિક્ષાની આકારણી.
 • વિશ્વાસપાત્ર અને પારદર્શક મુલ્યાંકન.
 • કામગીરીની કદર કરવી.
 • કામગીરીમાં મદદ કરતા અથવા આડે આવતા પરિબળોનું સંશોધન અને વિશ્લેષણ.
 • દરેક શાળાને સુધારાની વિગતોની પ્રતિક્રિયા આપવી.
 • વર્ગખંડ પદ્ધતિ અને સંસ્કૃતિ સુધારણામાં માર્ગદર્શન આપવા આકારણીના પરિણામો.

 

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3025803 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :19/5/2012
ડિસક્લેમર