ભારત સરકાર ૨૦૧૦ સુધીમાં પ્રારંભીક શિક્ષણના સાર્વત્રિકરણ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ કન્યાઓના શિક્ષણ ઉપર વિષેશ ભાર અને સાથે સાથે આયોજન, લક્ષ્યાંક સિદ્ધિ અને નિર્ધારીત દરમ્યાનગીરીના ખરેખરા અમલીકરણમાં વધારે સખતાઇ આવશ્યક બનાવે છે. આંકડાઓ બતાવે છે કે આટલા પ્રયત્નો કર્યા પછી પણ કન્યાઓની નોંધણીમા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને સુવિધાથી વંચીત વર્ગોમાં, જાતિ વિષમતા ટકી રહેલ છે. અનુસુચીત જાતિ અને અનુસુચીત જનજાતિઓની નોંધણીમાં, ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ, આ વિષમતા વધુ તીવ્ર જોવા મળે છે.
સર્વ શિક્ષા અભિયાન પાસે કન્યા શિક્ષણ માટે મફત પાઠય પુસ્તકો અને જીલ્લા કક્ષાએ નવિનતાના સ્વરૂપે મર્યાદિત નાણાંકિય જોગવાઈ છે. તેમ છતાં, પ્રારંભીક કક્ષાએ કન્યા શિક્ષણનો રાષ્ટ્રિય કાર્યક્રમ (એન.પી.ઈ.જી.ઈ.એલ.) ને પ્રારંભિક કક્ષાએ ગરીબ / સુવિધાથી વંચીત કન્યાઓના શિક્ષણને વધારાનો ટેકો આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે. એન.પી.ઈ.જી.ઈ.એલ. એ એસ.એસ.એ. નો એક ભાગ છે અને તેના છત્ર નિચે અમલમાં મુકવામાં આવશે પરંતુ એસ.એસ.એ. ના એક વિશિષ્ટ અને જુદા જાતિ ઘટક તરીકે. |