Projects

સ્માર્ટ સ્કુલ


સ્માર્ટ સ્કુલ પ્રોજેકટ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી.) ની મદદથી વર્ગખંડમાં ઇન્ટરએક્ટીવ વાતાવરણ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્માર્ટ સ્કુલ એ છે કે જે વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર કરી આત્મવિશ્વાસમાં વધારો કરે, સ્માર્ટ દેખાવ, સમાજ પ્રત્યે પોતાની ફરજોનું જ્ઞાન ઘરાવતી વ્યક્તિ તરીકે વિકાસ કરે, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આસપાસના બહારના જીવન વિશે માહિતગાર કરે અને ઉન્નત શૈક્ષણિક પરિણામોની સાથે સાથે વિદ્યાર્થીની પ્રતિભામાં વિકાસ કરે. સ્માર્ટ સ્કુલ અંતર્ગત બાળકોના શૈક્ષણિક વિકાસ માટેની તકો અને સુવિધાઓમાં અભિવૃધ્ધિ કરવામાં આવે છે.

‘‘સ્માર્ટ શાળા’’ નો ખ્યાલ માત્ર ‘‘ટેકનોલોજીની દ્રષ્ટિ અદ્યતન શાળાઓ’’ ઉભી કરવાનો નથી. પરંતુ, શાળાનો સર્વગ્રાહી વિકાસ કરવાનો છે જે અંતર્ગત BaLA (Building as Learing Aid), Pragna (Activity Based Learning) અને Computer Aided Learning જેવી પ્રવૃતિઓ દ્વારા શાળાકીય શૈક્ષણિક પદ્ધતિઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવે છે.

હેતુઓ :

  • ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ વિભાજન દુર કરવું.
  • ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇ.ટી.) ના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવો.
  • શિક્ષકને આઇ.ટી.ના સ્ત્રોતની મદદથી શીખવવામાં સરળતા
  • ખાસ ડિઝાઇન કરેલ શૈક્ષણિક સમગ્રી (ઇ-કન્ટેન્ટ) કે જે સ્વયં સંચાલિત શિક્ષણની સગવડ પુરી પાડવી.
  • શીખવાની પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

મુખ્યઘટકો :

  • શાળાની માળખાકીય સુવિધાઓેનો વિકાસ
  • ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો સંકલિત ઉપયોગ
  • શૈક્ષણિક જરૂરિયાતો પુરી કરવી
  • સઘન તાલીમ દ્વારા શિક્ષકોમાં ક્ષમતા નિર્માણ
  • દેખરેખ અને મુલ્યાંકન

વિઝન :

  • સ્માર્ટ વાતાવરણ :- સ્માર્ટ માળખાકીય ભૌતિક સુવિધાઓ અને નિભાવણી
  • સ્માર્ટ અભ્યાસકક્ષ્રમ :- ધોરણ ૧ થી ૮ માટે આઇ.સી.ટી. પ્લેટફોર્મ અને કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ
  • સ્માર્ટ વ્યવસ્થાપન :- શાળાને વહીવટી મદદ માટે સ્કુલ મેનેજમેન્ટ સોફટવેર, બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી, ટેકનિકલ સપોર્ટ અને શૈક્ષણિક સ્ટાફની તાલીમ.
  • સ્માર્ટ દેખરેખ અને મૂલ્યાંકન :- પ્રત્યક્ષ નિરીક્ષણ (Real time Monitoring) અને વ્યવસાયિક નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન

પદ્ધતિ :

  • ગુણોત્સવ ગ્રેડ આધારિત શાળા પસંદગી, A+ અને A ગ્રેડ ધરાવતી શાળાઓની પસંદગી
  • ઉચ્ચ પ્રાથમિક વર્ગો ધરાવતી શાળાઓને પ્રાથમિકતા.
  • શાળામાં કોમ્પ્યુટર લેબની ઉપલબ્ધતા
  • RTE Act પ્રમાણે શિક્ષક-વિદ્યાર્થીઓનું પ્રમાણ અને વર્ગખંડ-વિદ્યાર્થીઓના પ્રમાણ વચ્ચે સુસંગતતા.
  • માળખાકીય સુવિધાઓમાં ન્યુનતમ ગેપ.

પ્રોજેક્ટનોવ્યાપ :-

  • ૫0 શાળાઓને સ્માર્ટ સ્કુલ તરીકે વિકસાવવામાં આવી છે . દરેક વર્ગને સાચા અર્થમાં સ્માર્ટ બનાવવા માટે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના યથાયોગ્ય ઉપયોગ માટે સજ્જ કરીને શીખવા-શીખવવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે.

પરિણામ- માપીશકાયતેવાસુધારા.

  • તમામ બાળકો માટે શૈક્ષણિક પરિણામો
  • શિક્ષક, વાલી અને સમુદાય વચ્ચે ગુણવત્તાયુકત તાદાત્મ્ય
  • સમુદાય અને શિક્ષકો દ્વારા શૈક્ષણિક અભિવૃધ્ધિ માટે ગુણવત્તાયુક્ત નેતૃત્વ
  • શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી શૈક્ષણિક સ્તરમાં અભિવૃધ્ધિ
Translate Site
Visitors : 2332944 Disclaimer