| . | ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો - હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું. |
|---|
| . | શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી. |
|---|
| . | પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે. |
|---|
| . | પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર કરવી. |
|---|
| . | પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો. |
|---|
|
|